Photos: ગુજરાતીઓ...શનિ-રવિ આબુ જવાનું વિચારતા હોવ તો પહેલા આ તસવીરો જોઈ લો, નહીં તો પેટ ભરીને પસ્તાશો
વરસાદ સતત ગુજરાતને ઘમરોળી રહ્યો છે. રાજ્યમા સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 113 તાલુકામા વરસાદ પડ્યો છે. જુનાગઢના ભેસાણમા સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વલસાડમા ધરમપુરમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો, છેલ્લા બે કલાકમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢના વિસાવદરમા આજે પણ વરસાદનુ જોર છે. રાજ્યના પાંચ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ બધા વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાતે પડેલા વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાયા.
પાલનપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદને લઈને અમદાવાદ-આબુ હાઇવે ઉપર ભરાયા પાણી. જેના કારણે હાઇવે ઉપર પડેલ ખાડાઓમાં પાણી ભરાતા ટ્રકે પલટી મારી દીધી.
અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી ટ્રકે પલટી મારી. સદનસીબે ટ્રક ચાલકનો થયો આબાદ બચાવ.
ટ્રકે પલટી મારતાં ટ્રકમાં રહેલા માલ સમાન પલળી ગયો.
અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા.
હાઇવે ઉપર પાણી ભરાતા વાહનોની લાગી લાંબી કતારો..
સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ.