Gujarat Rain: આ 24 જિલ્લાઓમાં ફરી તૂટી પડશે અતિભારે વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે સૌથી ભારે!
ગુજરાતમાં આગામી ત્રણ કલાક હજુ પણ ભારે બની રહેવાની છે. 23 જુલાઇએ બપોર બાદ અપડેટ પ્રમાણે, મોરબી, કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પોરબંદરમા અગામી ત્રણ કલાકમાં વરસાદ તુટી પડશે. આ ઉપરાંત રાજ્યમાં અમરેલી, વડોદરા, ગીર સોમનાથ, જામનગર અને તાપીમા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, આમ આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં આ 24 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. પરંતું બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, હજી પણ જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે. આજે નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ છે. અમદાવાદમાં હજી પણ ભારે વરસાદ રહેશે. હાલ મોન્સૂન ટ્રફ ડીસા ઉપર હોવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
હવામાન વિભાગે આજે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. નાવ કાસ્ટ જાહેર કરીને રાજ્યમાં ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘો મહેમાન બન્યો છે. દ્વારકા જિલ્લાના જામખંભાળીયા આજે પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવામળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 70% જળાશય છલકાઈ ચૂક્યા છે. હાલ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પણ જિલ્લાના મુખ્ય મથક સ્ટેન્ડબાય રખાઈ છે.