શું ગુજરાતમાં સારા વરસાદ માટે જોવી પડશે લાંબી રાહ? અંબાલાલ પટેલની આ આગાહી ભુક્કા બોલાવશે!
)
આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી સામે આવી ચૂકી છે. આગામી અઠવાડિયાનું હવામાન કેવું રહેશે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જયારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે. ગુજરાતમાં ક્યાં અને ક્યારે થશે ગાજવીજ સાથે વરસાદ? જાણો શું કહે છે અંલાલ પટેલની આગાહી...અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે લેટેસ્ટ અપડેટ પર એક નજર કરી લઈએ.
)
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ,દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
)
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. એવામાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મંગળવારે સાંજે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી કેટલાક દિવસો હવામાન સુકું રહેશે.
ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમા મુખ્યત્વે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમકે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જીલ્લામાં એટલે કે ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ જણાવ્યું છેકે, હવે દેશમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. વરસાદી માહોલ તૈયાર થઈ રહ્યો છે. જેટલી આકરી ગરમી પડશે એટલો વરસાદ વધુ સારો થશે. ગુજરાતમાં આ વખતે ગરમીના પ્રમાણમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં 7 જૂન સુધી વાતાવરણ સુકું રહેશે. આ પછી 8 જૂને રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં અને દીવમાં વાતાવણ સુકું રહેશે.
રાજ્યમાં 9 જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
10 જુનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
11 જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.