સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય! ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં, આગાહીકારો પણ ચિંતામાં...

Tue, 02 Jul 2024-10:34 am,

Gujarat Heavy Rainfall Predication: ગુજરાત માટે જુલાઈ માસ ભારે રહેશે. ઉનાળો જાય અને ચોમાસું આવે એવી રાહ જોતા લોકો માટે હવે સ્થિતિ વધુ વિકટ બની શકે છે. કારણકે, ભારે વરસાદ વિનાશ નોંતરી શકે છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છેકે, જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોંતરી શકે છે.

હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે. કારણકે, આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય. આ વખતનો વરસાદ વિનાશ નોંતરીને જ જશે. જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતા કંઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે. ગુજરાત માટે આ અનુમાન સારી બાબત નથી. એટલે હાલ સ્થિતિ એવી છેકે, જે થવાનું છે એ કહેવું કહે નહીં નિષ્ણાતો પણ એવી જ અવઢવમાં છે.

ખાસ કરીને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે.   

અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર આ વખતે વરસાદ વિધ્ન બનીને ત્રાટકી શકે છે. ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ સંકટ તોળાઈ રહ્યું છે. આગામી બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે.  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. અસર એવી થશે કે, ગુજરાતા ઘણાં જિલ્લાઓની આના કારણે સ્થિતિ ખરાબ થઈ જશે. એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા અંબાલાલે દર્શાવી છે.  

અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી બે થી ત્રણ દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલે કરી છે. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલે કરી છે. હિંમતનગર, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઇડરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. 5 થી 12 જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા તેમણે દર્શાવી છે. અમદાવાદમાં અષાઢી બીજે સાંજના સમયે સારો વરસાદ રહેશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચારેય કોરથી ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મેઘરાજાએ એક એક કરીને દરેક જિલ્લાઓમાં ધુઆંધાર બેટિંગ શરૂ કરી દીધી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link