Photos: ભરૂચ-અંકલેશ્વરમાં વરસાદે મચાવી તબાહી, પહેલા માળ સુધી પહોંચી ગયું પાણી, જુઓ હચમચાવતી તસવીરો

Mon, 18 Sep 2023-3:03 pm,

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે. જુઓ તારાજીના હચમચાવી નાખતા દ્રશ્યો......  

ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી છોડવામાં 19 લાખ ક્યુસેક પાણીએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જી છે.નર્મદા નદી હાલમાં ઐતિહાસિક સપાટી 41 ફૂટે વહી રહી છે. જેથી નર્મદા કિનારે આવેલાં ગામો પાણીમાં ડૂબાડૂબ છે. અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ પહેલા માળ સુધી નર્મદા નદીનાં પાણી પહોંચ્યાં છે. જેના કારણે હજારો લોકોના જનજીવન પર અસર પહોંચી છે. જેથી મકાનોમાં ફસાયેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તંત્ર પણ દિવસ-રાત ખડે પગે રહીને લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર,  વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે. ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link