જૂનાગઢ જળબંબાકાર : ડ્રોન કેમેરાથી લીધેલા તારાજીના આ દ્રશ્યો ડરાવી દે તેવા છે

Wed, 15 Sep 2021-3:52 pm,

જૂનાગઢમાં વરસાદે (heavy rain) ભારે તારાજી સર્જી છે. જૂનાગઢ લગભગ જળબંબાકાર થઈ ગયુ છે. માણાવદર તાલુકાનાં સરાડીયા ગામે હાઈવે પર પાણી (Rains) ફરી વળ્યા હતા. ભાદરના પાણી હાઈવે પર ફરી વળતાં જળબંબાકાર (flood) ની સ્થિતિના પુરાવા સામે આવ્યા છે. જૂનાગઢ પોરબંદર હાઈવે પર સરાડીયા ગામે હાઈવે પર પાણી ફરી વળતાં રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. બે દિવસથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.  

ઘેડ પંથકના ગામોમાં ભાદરના પાણી ફરી વળ્યા છે. જૂનાગઢ પોરબંદર હાઈવે પર સરાડીયા ગામની પરિસ્થિતિના આ દ્રશ્યો તમને ડરાવી દે તેવા છે.  

તો બીજી તરફ, જેતપુર ની દેરડીધારની બેઠી ધાબી ઉપર ઓટો રીક્ષા તણાઈ ગઈ હતી. ધાબી ઉપરથી ઓટો રીક્ષા સાથે ચાલક પાણીમાં તણાયો હતો. જેતપુરથી હારુનભાઈ આમદભાઈ આદમાણી નામના રીક્ષાચાલક દેરડીધાર તરફ રીક્ષા હંકારીને જઈ રહ્યા હતા. ત્યારે તેઓ તણાયા હતા. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર નદીની બેઠી ધાબી ઉપર પાણી ફરી વળ્યું હતું. જેતપુર પોલીસ અને નગરપાલિકાની ફાયર ટીમે પહોંચીને સ્થળ ઉપર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link