Gujarat Election 2022 : મતદાન સમયે પીએમ મોદીનો ‘વટ’ પડ્યો, બાદમાં ભાઈના ઘરે જઈને આર્શીવાદ લીધા

Mon, 05 Dec 2022-10:24 am,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તાની બંને તરફ ભારે ભીડ હતી. ગાંધીનગર રાજભવનથી નીકળીને અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. સાબરમતી બેઠકમાં પ્રધાનમંત્રીનું મતદાન બૂથ આવે છે. મતદાન કર્યા બાદ પીએમ મોદીએ પોતાનો ફોટો ટ્વિટર પર શેર કરીને કહ્યુ હતું કે, આજે મેં અમદાવાદ ખાતે મતદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તેમની એક ઝલક જોવા માટે રાણીપ ખાતે રસ્તા પર વડાપ્રધાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા હતા. તેમની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તાની આસપાસ ઉભા રહ્યા હતા. જેમનુ અભિવાદન ઝીલીને પીએમ મતદાન બુથ સુધી પહોંચ્યા હતા. તેઓએ અહીં પ્રધાનમંત્રીના વગનો કોઈ ઉપયોગ કર્યો હતો. સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહ્યાં, આગળના તમામ મતદારોને જવા દીધા, અને પોતાનો વારો આવ્યો ત્યારે મતદાન કર્યુ હતું.

મતદાન બાદ તેઓએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરિકોનું હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપુ છું કે, તેઓએ શાનદાર રીતે સમગ્ર વિશ્વને ભારતના લોકતંની પ્રતિષ્ઠા વધે તે રીતે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરાને વિકસાવી છે. તેનુ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું. તેથી હું ચૂંટણી પંચનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું કે તેઓએ આ લોકતંત્રના ઉત્સવને આનબાનશાન સાથે ઉજવ્યો. ઉત્તમ પ્રકારે ચર્ચા કરી. ગુજરાતની જનતામાં વિવેક છે, તે સાંભળે બધાનું છે, અને જે સાચુ છે તે સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. તે મુજબ ભારે માત્રામાં મતદાન કરી રહ્યાં છે. તમે સૌને આભાર.

મતદાન કરતા પહેલા પીએમ મોદી તેમના નાનાભાઈ સોમાભાઈના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઘરમા પ્રવેશીને ભાઈ અને ભાભીના પગે લાગી તેમના આર્શીવાદ લીધા હતા. ભાઈના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. પીએમ મોદી માટે ભાઈના ઘરે ખાસ નાસ્તા બનાવવામાં આવ્યા હતા. તેના બાદ બંને ભાઈ સાથે સોસાયટીની બહાર નીકળતા દેખાયા હતા. લાડકવાયો ઘરે આવ્યો ત્યારે જેવો ઉત્સાહ હોય તેવો ઉત્સાહ સોમાભાઈના ઘરે જોવા મળ્યો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link