ગુજરાતમાં 2014 પછી આવ્યાં 10 વાવાઝોડા, જેમાંથી 8 દરિયામાં સમાઈ ગયા, 2 ફંટાઈ ગયા

Sat, 15 May 2021-1:03 pm,

13 જૂન 2019ના રોજ વાયુ નામનું વાવાઝોડું દરિયામાં શાંત થઈ ગયું. ગુજરાતના દરિયાકાંઠે 140 કિલોમીટરની ઝડપે ટકરાવાનું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલાં તે ધીમું પડી ગયું અને દરિયામાં શમાઈ ગયું.

આવું જ એક સાગર વાવાઝોડું 17 મે 2018માં સર્જાયું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું. જેથી ગુજરાત પરથી ખતરો ટળ્યો હતો અને તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.

4 ડિસેમ્બર 2017માં ઉત્પન્ન થયેલાં ઓખી વાવાઝોડાએ પહેલાં તમિલનાડુ અને પછી કેરળમાં હાહાકાર મચાવ્યો. ત્યારબાદ ઓખી વાવાઝોડાએ ગુજરાત તરફ વળ્યું હતું. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડુ કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચે તે પહેલાં વિખરાઈ ગયું.  

નિસર્ગ વાવાઝોડું 2 જૂન 2020ના રોજ ગુજરાતમાં ત્રાટકવાનું હતું. પરંતુ તે ગુજરાત પહોંચે તે પહેલાં ફંટાઈ ગયું હતું. જેના કારણે ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી હતી.  

29 ઓક્ટોબર 2014માં નિલોફર વાવાઝોડું આવ્યું. જોકે સમુદ્રદેવે નિલોફર વાવાઝોડાને પોતાનાનાં સમાવી લીધું.

13 જૂન 2014માં નનૌક ચક્રવાત આવ્યું. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ પણ જાહેર કરાયું. પરંતુ તે ઓમાન તરફ ફંટાઈ જતાં ગુજરાત તરફથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો.  

7 નવેમ્બર 2019ના રોજ મહા વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું હતું. પરંતુ  માત્ર 3 જ મિનિટમાં આ વાવાઝોડું  અરબી સમુદ્રમાં નબળું પડી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું.

30 ઓક્ટોબર 2019ના રોજ ક્યાર નામનું વાવાઝોડું દરિયામાં શમાઈ ગયું.

અરબી સમુદ્રમાં 31 ઓક્ટોબર 2015માં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયુ. જે પણ ગુજરાતમાં આવે તે પહેલાં ઓમાન તરફ ફંટાઈ ગયું. જેના કારણે ગુજરાતમાં દિવાળીના તહેવારો સમયે જોખમ ટળી ગયું.

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં 10 જૂન 2015માં અશોબા નામનું વાવાઝોડું ઉદભવ્યું. તેણે અતિ ભયંકર સ્વરૂપ ઘારણ કર્યુ હતું. પરંતુ તે ઓમાન તરફ ફંટાઈ જતાં ગુજરાત પરની ઘાત ટળી ગઈ હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link