બોયફ્રેન્ડ સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, કુદરતી કરામતોથી ભરેલો છે ગુજરાતનો આ ડુંગર
ઉનાળામાં ફરવા જવાનુ પ્લાન કરતા હોવ તો પ્રકૃતિના ખોળે આવેલ ઓસમ ડુંગર સૌથી સુંદર સ્થળ છે. આ ડુંગરને તમે આકર્ષક કહો કે મનમોહક કહો, તેને જોઈને જ ટાઢક વળી જાય છે. બિઝી શિડ્યુલ લાઈફમાંથી થાક ઉતારીને ક્યાંક ફરવા જવુ હોય તો ઓસમ ડુંગર બેસ્ટ ઓપ્શન છે.
ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ પાસે આવેલો છે. આડુંગર ઉપલેટાથી 13 કિલોમીટર, રાજકોટથી 100 કિલોમીટર અને જૂનાગઢથી 37 કિલોમીટરના અંતરે આવેલો છે.
ચોમાસામાં તો ડુંગળની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસામાં અહી પ્રકૃતિ શિબિરનું આયોજન કરાય છે. સાથે જ અહી દર વર્ષે માત્રી માતાજીના સાંનિધ્યમાં ભાદરવી અમાસથી મેળો પણ યોજાય છે. સાથે જ ઓસમ ડુંગર આરોહણ-અવહોરણની સ્પર્ધા પણ દર વર્ષે યોજાય છે.
આ ડુંગરનું ઐતિહાસિક મહત્વ પણ રહેલુ છે. કહેવાય છે કે, આ ડુંગરનો ઉલ્લેખ મહાભારત કાળમાં મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ડુંગર પર રોકાયા હતા. તો હિડિમ્બા રાક્ષસણ પણ અહી જ રહેતી હતી. પાંડવોએ આ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિર બાંધ્યુ હતું. જેની પાસે પાણીનો હોજ આવેલો છે. આ ડુંગર પરથી સતત પાણી ટપક્યા કરે છે.
કહેવાય છે કે, ભીમ સાથે હિડમ્બાની મુલાકાત અહીં જ થઇ હતી. બંનેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડિમ્બાને જોરથી હિચકો નાંખતા, એવામાં એકવાર હિડિમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા તેના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર આવેલા ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં રહેલું છે.