આ છે ગુજરાતનું હરિદ્વાર, ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનો માહોલ જોઈ ગદગદ થઈ જશો

Wed, 01 Nov 2023-7:53 am,

નર્મદાના કેવડિયા એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું-નવું નજરાણું ઉમેરવાના પ્રયાસો સતત ચાલું હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે. 

અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનો આકર્ષણ કેન્દ્ર બન્યું છે,રાત-દિવસનો અલગ નજરો નજરે પડી રહ્યો છે.  

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે,જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવા આવે છે. આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઉભું કરવામાં આવ્યું છે.જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઇ રહ્યો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. જો કોઇ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગંગા મૈયાની તર્જ પર માં નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે.ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટીંગ લગાડવામાં આવી છે,જેનાથી પ્રવાસીઓને રાત્રીનો એક અલગ લાઇટીંગ વાળો નજરો જોવા મળી રહ્યો છે.લાઇટીંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link