ગુજરાતના ભૂતકાળને સુવર્ણકાળ બનાવનાર પાટણનો આજે 1275 મો સ્થાપના દિવસ છે

Fri, 05 Mar 2021-8:39 am,

1275  વર્ષ જૂની પ્રાચીન અને વિશ્વ વિરાસત તરીકે ઓળખાતી અને સમગ્ર રાજ્યની 700 વર્ષ સુધી પાટનગર રહી ચૂકેલી નગરીનો ભૂતકાળ સુર્વણ શબ્દોમાં અંકિત કરાય તેવો અદભૂત છે. અણહીલ ભરવાડના નામ પર સ્થાપેલી  અણહીલપુર પાટણ નગરી જેનો આજે  1275 મો સ્થાપના દિવસ છે. ત્યારે પ્રાચીન પાટણની પ્રભુતા પર એક નજર કરવા જેવી છે.  

ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802 ના મહાવદ સાતમના રોજ તેઓના મિત્ર અહીલ ભરવાડના નામ પરથી અનાહીલપુર પાટણ નામ આપી કરી હતી. ત્યાર બાદ આ ઐતિહાસિક નગરીએ અનેક રાજવીઓના શાસનકાળ દરમિયાન ચઢાવ ઉતાર જોયા હતા. જેમાં વિક્રમ સંવત 802 થી વિક્રમ સંવત 998 એમ 196 વર્ષ સુધી ચાવડા વંશજોએ રાજ કર્યું હતું. જેમાં અણહીલ, ખેમજ, ભુવડ જેવા વંશ થઇ ગયા. જે બૃહદ ગુજરાત તરીકે ઓળખાતું હતું. 

ત્યારબાદ સોલંકી વંશમાં મૂળરાજસિંહ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ જેવા સમર્થ રાજાઓ થઇ ગયા. જેમના સમયગાળામાં અનેક સ્થાપત્યો બંધાયા હતા. જેને આજનો વર્તમાન યુગ સોલંકી શાસનનો સુર્વણ યુગ ગણે છે, તે વિરાસતો પૈકી અનેક પ્રાચીન સ્મારકો અને મંદિરો આજે પણ અડીખમ ઉભા છે. 

તે સમય દરમિયાન ભીમદેવ પહેલાના મૃત્યુ બાદ તેઓની યાદમાં પત્ની રાણી ઉદયમતીએ રાણીની વાવ (rani ki vav) બંધાવી હતી. જેમાં સાત માળની વાવ 64 મીટર લંબાઈ, 20 મીટર પહોળાઈ અને 27 મીટર ઊંડાઈની બનાવવામાં આવી છે. જે રેતિયા પથ્થર પર કોતરણી કરી બેનમુન કલાકૃતિ તેમજ થાંભલાઓથી શણગારાયેલી છે. આ વાવની કલ્પના કરવી પણ અઘરી છે, તેને તે સમયે બનાવવામાં આવી હતી. જે આજે વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે.

પાટણના જુના બાદીપુર ગામની સીમામાં ઇજિપ્તના રાજાએ પોતાનો ખજાનો ભૂગર્ભમાં દાટ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે. ભેમોસણ ગામના રહેવાસી અને પાટણના વેપારી સોવનજી જીવણજી ઠાકોર અને નટુજી ઠાકોરના અનુસાર તેમના માયા પરિવારના પૂર્વજો ઇજીપ્તમાં રહેતા હતા. ત્યાંના રાજવીઓનાં ખજાનાનું રક્ષણ કરતા હતા. જ્યારે ઇજિપ્ત શાસન તબક્કાવાર નાશ પામવા લાગ્યું ત્યારે રાજાએ માયા રક્ષકોને ખજાનો અને તેની ચાવી સોંપી દીધી હતી. જે ખજાનો જુના બાદીપુરની જગ્યામાં તેમની જમીનમાં ભૂગર્ભમાં સંતાડેલા હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ ઉપરાંત આ ખજાનાની ચાવી તેમની પાસે હોવાનો દાવો પણ ઠાકોર પરિવાર કરી રહ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link