કેવડિયામાં ઉમેરાયું નવુ નજરાણું, જાપાનીઝ થીમ પર બનાવેલા મિયાવાકી જંગલને ખુલ્લુ મૂકશે PM મોદી
મિયાવાકી જાપાનીઝ અકીરા પ્રેરિત ટેકનિક છે. જે બહુ જ ઓછા સમયમાં ગાઢ જંગલનું નિર્માણ કરવામાં મદદ કરે છે.
આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે. સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે. જેનાથી નીંદણ ઉગતું અટકે છે.
આ રીતે જંગલ બનાવ્યા બાદ પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી.
આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે.
મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત રીત દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.
કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે.