ગુજરાતની ધરોહર: ક્યાંય નહીં જોઈ હોય મોઢેરાના પ્રસિદ્ધ સૂર્ય મંદિરની આવી દુર્લભ તસવીરો

Tue, 11 Jul 2023-2:01 pm,

મોઢેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. 

મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે[૨], જે ૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.

પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. 

ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી ૧૫ કિમી દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.[૨] સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬માં કરી હતી.

ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે ૧૬-૧૭મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે.

અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે લગભગ પોણા બે કલાક થાય છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે. જો તમે વિમાનમાં આવો છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો. જો રેલવેમાં આવો છો તો મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link