રોમેન્ટિક વેકેશન માટે ફેમસ છે ગુજરાતના આ 4 સ્થળો, તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે

Fri, 08 Oct 2021-12:49 pm,

સૌથી નજીકનુ સ્ટેશન દ્વારકા. દ્વારકાથી શિવરાજપુર 12 કિલોમીટર. અંકિતા અને મિલિંદ સોમનની અહીંના બીચ પરની તસવીર બહુ જ સુંદર છે. આ બીચ દ્વારકા શહેરથી 12 કિલોમીટર દૂર આવેલો છે. બ્લ્યૂ કલરનુ પાણી તેનુ સૌથી મોટું આકર્ષણ છે. અહી હંમેશા વિદેશી પ્રવાસીઓની જોવા મળતા હોય છે. અહી અન્ય બીચ કરતા ઓછી ભીડ જોવા મળશે. અહીંનો સનસેટ પ્રેમીઓ માટે રોમાન્સ લઈને આવે છે. 

સૌથી નજીકનુ સ્ટેશન સુરત. આ સ્થળ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલુ છે. જે એક હિલ સ્ટેશન છે. જે ગુજરાતની શાન પણ કહેવાય છે, કેમ તે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન માનવામાં આવે છે. આ હિલ સ્ટેશન આહલાદક વાતાવરણથી ભરાયેલુ રહે છે. આ સ્થળથી સમુદ્ર, પહાડ, વોટરફોલ જોઈ શકાય છે. તેને તમારા રોમેન્ટિક વેકેશનમાં જરૂર સામેલ કરો. અહી પહોંચવા માટે સાપુતારા નેશનલ હાઈવનો ઉપયોગ થાય છે. 

ભૂજથી 70 કિલોમીટર દૂર. જો ગુજરાતમાં સૌથી સુંદર સ્થળ કોઈ છે તો તે કચ્છનું રણ છે. આ જગ્યા અવિસ્મરણીય છે. જે ચોમાસામાં પાણીથી ભરાયેલી રહે છે. પણ ઠંડીમા રણ જોવા મળે છે. આ જગ્યા વેડિંગ ફોટોશૂટ માટે પણ ફેમસ છે. રણમાં સફેદ ચાંદનીનો માહોલ પ્રેમીઓ માટે ખાસ બની રહે છે. 

જો કપલ્સને ઐતિહાસિક સ્થાન જોવામાં રસ હોય તો ભૂજ સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ શહેરમાં તમે કલાકો સુધી રખડી શકો છો. જ્યાં ઊંટની સવારી, જૂનુ માર્કેટ, ગુજરાતના વિવિધ રંગો જોવા મળશે. સાથે જ વિજય વિલાસ પેલેસ, પ્રાગ મહેલ, છતેડી પણ જોવા મળશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link