અમદાવાદથી બસ થોડે દૂર છે આ સ્વર્ગ જેવું હિલ સ્ટેશન, Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!
ગુજરાતનું પાટનગર આમ તો ગાંધીનગર છે પરંતુ અમદાવાદ એમ છતાં ઘણું મહત્વનું શહેર છે. અમદાવાદ ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે. અહીં ઘણા એવા ઐતિહાસિક સ્થળો છે જે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
પરંતુ જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને નજીકમાં કોઈ હિલ સ્ટેશન શોધી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે અમદાવાદ નજીક એક રૂપકડું હિલ સ્ટેશન છે. (તસવીર- ગુજરાત ઈન્ફોર્મેશન એક્સ)
અમદાવાદ નજીક પાવાગઢ હિલ સ્ટેશન આવેલું છે. જે ઊંચા પહાડ અને લીલોતરીથી ભરેલા પહાડો તેને વધુ રમણીય બનાવે છે.
આ જગ્યા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલી છે. અહીં ફરવા માટે ખુબ જ શાનદાર જગ્યાઓ છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક એક ડુંગર છે. જેની તળેટીમાં ચાંપાનેર ગામ છે. આ ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું મંદિર છે જેના કારણે તે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક સ્થળ પણ છે.
પાવાગઢ હિલ સ્ટેશનની ઊંચાઈથી આજુબાજુના નજારા ખુબ જ સુંદર દેખાય છે. જોઈને મન પ્રફુલ્લિતથઈ જશે.
પાવાગઢ હિલ સ્ટેશન અમદાવાદથી માત્ર 150 કિમીના અંતરે આવેલું છે. અહીંની ઠંડી ઠંડી હવા અને શાંત વાતાવરણ તમારું મન મોહી લેશે.
આ એક એવી જગ્યા છે કે તમે તમારા પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે ફરવા માટે આવી શકો છો. પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ખુબ છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમા થાય છે. અહીં સતિના સ્તનનો ભાગ પડ્યો હોવાનું મનાય છે.