ગુજરાતમાં રહેતા હોવ અને આ `ઊંધુ મંદિર` ન જોયું હોય તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું કહેવાય, જુઓ Photos
આ વાવનો ઈતિહાસ જોઈએ તો અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાના પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતીમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની એક વ્યવસ્થા ઊભી કરવા માટે આ વાવ બનાવડાવી હતી. ભારતમાં તમને એવી અનેક ઈમારતો જોવા મળશે જે રાજાઓએ પોતાની પત્નીની યાદમાં બનાવડાવેલી છે. પણ રાણકી વાવ બધા કરતા અલગ છે. જેને વર્ષ 1063માં સોલંકી રાજવંશના રાણી ઉદયમતીએ સ્વર્ગવાસી પતિ રાજા ભીમદેવની યાદમાં બનાવી હતી. 1063માં વાવનું બાંધકામ શરૂ થયું હતું અને 20 વર્ષે તે પૂરું થયું હોવાનું કહેવાય છે.
(તસવીર સાભાર- વીકી પીડિયા)
એવું કહેવાય છે કે સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેને પેટાળમાંથી બહાર લાવવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગે 1968માં કર્યું. વાવની મૂળ સ્વરૂપમાં લાવવા માટે વિભાગે વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી કરી અને વર્ષો બાદ આ વાવ મૂળ સ્વરૂપમાં પાછી આવી.
(તસવીર સાભાર- વીકી પીડિયા)
એવું માનવામાં આવે છે કે લગભગ 5 દાયકા પહેલા વાવમાં ઔષધિય ગુણ ધરાવતા છોડ અને સંગ્રહીત પાણીનો ઉપયોગ વાયરલ તાવ અને અન્ય બીમારીઓને ઠીક કરવામાં થતો હતો.
(તસવીર સાભાર- વીકી પીડિયા)
યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપીને તેનું મહત્વ અનેકગણું વધારી દીધુ. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા પણ તેને આ કેટેગરીનો દરજ્જો મળેલો છે. અત્રે જણાવવાનું કે આ વાવનું શિલ્પ સ્થાપત્ય એવું છે કે તેને વાવોની રાણી બનાવે છે.
(તસવીર સાભાર- વીકી પીડિયા)
વાવની મુખ્ય થીમ જોઈએ જો ભગવાન વિષ્ણુના દશાવતારની છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. આ વાવ સાત માળ જેટલી ઊંડી છે. વાવની અંદરની દિવાલોમાં લગભગ 800થી વધુ મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ દિવાલો અને સ્તંભ પર ભગવાન વિષ્ણુની સુંદર નક્શીકામવાળી મૂર્તિ છે. આ સાથે જ અન્ય મૂર્તિઓમાં ઋષિઓ, અપ્સરાઓ અને બ્રાહ્મણોની પણ મૂર્તિઓ છે.
(તસવીર સાભાર- વીકી પીડિયા)
રાણકી વાવને ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની 100 રૂપિયાની નોટ પાછળ દર્શાવેલી છે.
વાવની વાસ્તુકળા પર નજર ફેરવશો તો તે તમને એક ઉલ્ટા મંદિર જેવી લાગશે. જે હકીકત પણ છે તેને ઉલ્ટા મંદિરની રીતે ડિઝાઈન કરાઈ છે જેમાં સાત માળની સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલ્પનાઓ સાથે એકદમ ખુબસુરત રીતે કોતરણીકામ દ્વારા તૈયાર કરાઈ છે. વાવ લગભગ 30 મીટર ઊંડી છે. અહીં સુંદર નક્શીકામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રો તૈયાર કરાયેલા છે. દરેક ઈમારતનું કોઈને કોઈ રહસ્ય તો હોય છે જ તે જ રીતે આ વાવનું પણ છે. વાવની સૌથી નીચે એક ગેટ છે જેની અંદર 30 મીટર લાંબી સુરંગ છે. આ સુરંગ સિદ્ધપુરમાં જઈને ખુલે છે, જે પાટણની ખુબ નજીક છે.
(તસવીર સાભાર- વીકી પીડિયા)