Photos: મુંબઈ-ગોવા છોડો..અમદાવાદથી માંડ 100km દૂર આવેલો આ છૂપો રૂસ્તમ `બીચ` જોયો? ગરમીનું ટોર્ચર ભૂલી જશો

Sat, 25 May 2024-12:54 pm,

ગુજરાતના બીચ વિશે વાત કરીએ તો તેમાં કચ્છમાં આવેલો માંડવી બીચ, પોરબંદરનો ચોપાટી બીચ, માધવપુર બીચ, દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામ પાસે આવેલો શિવરાજપુર બીચ, સોમનાથ બીચ, વગેરે જાણીતા બીચ છે. જ્યાં જઈને તમે ગોવાને પણ ભૂલી જાઓ. પરંતુ આ સિવાય પણ એવી અનેક જગ્યાઓ છે જે કદાચ તમને ધ્યાનમાં ન હોય પરંતુ વેકેશનની મજા માણવા માટે બેસ્ટ છે. તો ચાલો તૈયાર થઈ જાઓ ત્યાં જવા માટે....

અમે જે જગ્યાની વાત કરી રહ્યા છે તે અમદાવાદથી માંડ 100 કિમી દૂર હશે. વડોદરાથી લગભગ 17 કિમી દૂર છે. આ જગ્યા છે કોટણા બીચ. નવાઈ લાગી ને? વડોદરા પાસે વળી બીચ ક્યાં છે? તો તમને જણાવી દઈએ કે અહીં કોટણા ગામ પાસે મહીસાગર નદીનો વિશાળ પટ છે અને ગામના નામ પરથી આ બીચ જેવા રમણીય અનુભવને કારણે જગ્યાને કોટણા બીચ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યાએ સરળતાથી પહોંચી શકાય છે.   

કોટણા બીચ પર કાયકિંગની મજા માણી શકો છો. જેના માટે લોકો દૂર દૂર જતા હોય છે. જો કે આ એક્ટિવિટી કરતી વખતે ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. 

આ એક એવી અદભૂત અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે જ્યાં જઈને તમે જીવનના અનેક પડકારો અને થાકને  ભૂલીને બે ઘડી મજા માણી શકો છો. વનડે પિકનીક અને વિકએન્ડ પિકનીક માટે બેસ્ટ જગ્યા કહી શકાય. 

કોટણા બીચ અમદાવાદથી લગભગ 100 કિમી દૂર છે. જ્યારે વડોદરાથી 17 કિમી, આણંદથી 36 કિમી, ભાવનગરથી 187 કિમી જેટલો દૂર છે. જે તમારા માટે ફરવા માટે બેસ્ટ સ્થળ બની શકે છે. 

આ ઉપરાંત ફોટોગ્રાફી તથા આજકાલ જે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવામાં આવતું હોય છે તેના માટે પણ આ જગ્યા બેસ્ટ કહી શકાય. તમે ફક્ત અમદાવાદથી 100 કિલોમીટરના અંતરમાં ફરવા માગો છો તો આ એક બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ શકે છે. 

અહીં કુદરતી સૌંદર્ય અને પાણી સાથે મજા માણતી વખતે સાવધાની રાખવાની પણ એટલી જ જરૂર છે. અનેકવાર દુર્ઘટનાના કિસ્સા પણ સામે આવેલા છે. માટે મજા માણવા જાઓ તો સતર્ક રહેવાનું ન ભૂલતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link