ગુજરાતમાં મીની વાવાઝોડું ફૂંકાયું, સુસવાટાભર્યાં પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડી ગયું
ગુજરાતમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે. સતત ત્રીજા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ.... ભારે પવન સાથે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. તો ગાંધીનગરના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો. ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાઁધીનગરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો ભારે પવનની અસરથી વિધાનસભાના ગુંબજને અસર થઈ હતી.
ગુંબજનું પતરું ભારે પવનમાં ખૂલી ગયું હતું. પાછળના ભાગે પતરાનો એકબાજુનો ભાગ ખૂલી ગયો છે.
સચિવાલય સંકુલમા વૃક્ષ ધરાશાયી થયા. નવા સચિવાલયમા બે વૃક્ષ ધરાશાયી થયા. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયા. તંત્ર દ્વારા ધરાશાયી વૃક્ષ દૂર કરવામા આવ્યા