રાક્ષસોને પણ શરમાવે એવી હતી ગુજરાતના આ ગામની પ્રથા, રોજ બાપ-બેટો ભેગા મળી દીકરીને...જુઓ તસવીરો

Sun, 10 Mar 2024-2:00 pm,

અહીં વાત થઈ રહી છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાડિયા ગામની. એક એવું ગામ જે એક સમયે દેહવ્યાપર માટે દેશ અને દુનિયાભરમાં બદનામ હતું. ગુજરાતનું એવું ગામ જ્યાં ભાઈ અને પિતા જ કરતા હતા દિકરીઓની દલાલી, હવે સ્થિતિ બદલાઈ. થોડા સમય પહેલાં જ વાડિયાની મહીલાઓ પણ અંબાજી મંદિર માં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામુહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વ્યાપારથી દૂર રહીશું. નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું. 

આ ગામે પોતાની વર્ષોથી ખરડાયેલી છબિ સુધારીને એક નવો ચીલો ચિતર્યો છે. અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું. હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે. ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે. આ માટે ઘણી સમાજિક સંસ્થાઓએ પણ પ્રયાસો કર્યા છે. 

એક સમયે સમગ્ર ગુજરાતમાં એક એવું ગામ હતું જે દેહ વ્યાપારથી કલંકિત હતું. જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા. પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમને એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વાડિયા ગામ છે તે આ બદી કાયમી ધોરણે બંધ થાય. હાલ આ ગામે તમામ બદીઓ દૂર કરીને સમાજમાં એક સુંદર ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ કિસ્સો છે બનાસકાંઠાના વાડિયા ગામની.  

ગામમાંથી આ કલંક દુર કરવા માટે માટે તેમને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવુ જીવન શરૂ કરવા માટે સખીમંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમને આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે.  

જ્યાં ભાઈ અને પિતા જ બનાવતા હતા દિકરીને વેશ્યા- આમ તો ગુજરાત આર્થિક વિકસિત, સંસ્કારી અને સમૃદ્ધ ગણાય છે. સ્ત્રીઓને સન્માન અને એમના માટે શહીદ થનારના કિસ્સા પણ ઘણા છે પરંતુ ગુજરાતમાં એક ગામ એવું પણ છે કે ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગઈ હતી. જ્યાં છોકરીઓના પરિવારજનો જ એમાં પિતા અને ભાઈ પણ પોતાના ઘરની સ્ત્રીઓને દેહ વ્યાપારમાં ધકેલીને તેની દલાલી કરતા હતા. પણ હવે આ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આ દૂષણ દૂર થઈ ગયું છે. બનાસકાંઠા જીલ્લામાં આવેલા આ ગામનું નામ વાડિયા છે.   

પાલનપુર અને થરોદ હાઈવે પર આવેલ આ વાડિયા ગામમાં છોકરી જુવાન થાય એટલે તેના પરિવારજનોએ તેને દેહ વ્યાપારના વ્યવસાયમાં ધકેલી દઈ તેની પાસે શરીરની નુમાઈશ કરાવાતી હતી. આ ગામના લોકો માટે આ એક પરંપરા બની ગઈ છે. ૧૨ વર્ષની યુવતીઓને પણ આ વ્યવસાયમાં નાખી દેવામાં આવતી હતી. આ કિસ્સો એટલાં માટે દર્શાવાયો છેકે, જો આવી સ્થિતિમાંથી પણ આ ગામના લોકો સુધારો કરીને સમાજ જીવનમાં મોટું અને સારું પરિવર્તન લાવી શકતા હોય તો બીજા ગામોને પણ તેમનામાંથી સારી પ્રેરણા મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link