ટિટોડીએ તો ભારે કરી! આ વર્ષે ગુજરાતમાં એવી જગ્યાએ ઈંડા મૂક્યા કે અતિવૃષ્ટિનો વરતારો
ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. ટિટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરાય છે. જો ટિટોડી ચારથી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. જો ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી.
આણંદમાં ટીટોડીએ ઈમારતના ધાબા પર ઈંડા મુક્યા છે. ટીટોડીએ ધાબા પર ચાર ઈંડા મુક્યા છે. ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ટીટોડી ત્રણ ઈંડા મુકતી હોય છે પરંતુ આ વખતે ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, ટીટોડી ચાર ઈંડા મુકે તો સારો વરસાદ થાય. જો ટીટોડી ઊંચાઈએ ઈંડા મુકે તો વ્યાપક વરસાદ અને વહેલા મુકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. આણંદમાં ટીટોડીએ ઊંચાઈ પર ઈંડા મુકતા અતિવૃષ્ટિનો વરતારો કરવામાં આવ્યો છે. આમ આ વરતારા અતિ અગત્યના છે.
પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી. જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. વરસાદના આ પરંપરાગત વિજ્ઞાનને વડવાઓએ જાળવી રાખ્યું છે.
ટીટોડીના ઈંડા પરથી વરસાદનો વરતારો કરી ખેડૂતોને પણ માહિતી મળે છે. ટિટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. જો ટિટોડી ચારથી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. જો ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી.
ટીટોડીએ લુણાવાડામાં ઈંડા મૂક્યા છે. જેના પરથી વરસાદનો વરતારો કરવામાં આવ્યો. ટીટોડીએ ઊંધા ઈંડા મુકતા સારા વરસાદનો સંકેત મળ્યા છે. ટીટોડીએ લુણાવાડામાં ઈંડા મૂક્યા છે. આ ઈંડા જોઈને ગામના વડીલોએ અનુમાન લગાવ્યું છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી વર્ષ 2024 માં વરસાદનુ પ્રમાણ વધારે રહેશે તેવો વરતારો કરાયો છે.