આખું ગુજરાત વરસાદથી રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહી
ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ ઉત્તરપ્રદેશથી ગુજરાત તરફ છે. તો એક સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં સક્રીય છે. જેને કારણે ભારે વરસાદની આગાહી હવામાન કરી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે.15 જૂલાઈ ડિપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ છે. 25 જૂલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.
6 અને 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 7 થી 14 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. 11 જુલાઈએ અષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે. આગામી 7 જૂલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, નર્માદ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી આઠથી 10મી જુલાઈ દરમિયાન કચ્છ સિવાય સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે 11મી અને 12મી જુલાઈએ વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરા્ત સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી ,જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે. તેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. ગત જુન મહિનામાં 12 ટકા વરસાદની ઘટ રહી હતી. જુન મહિનામાં 118 mm વરસાદ હોવો જોઈતો હતો. તેની સામે 104 mm વરસાદ નોંધાયો હતો.
જુનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ધસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેરઠેર વરસાદ નોંધાયો છે. પૂર્વ અને બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ભારતના ઉત્તરથી હવે વાદળો નીચે ઉતરી રહ્યાં છે, જે પૂર્વીય વાદળો સાથે એકબીજા સાથે ટકરાઈને અરબ સાગરમાં પહોંચીને વિક્ષોભથી મળીને ફરી પશ્ચિમી હવાઓ સાથે ગુજરાત, મહારાષ્ટ્રના રસ્તે પહોંચ્યા છે.
અરબ સાગરમાં વાદળો મસ્કત સુધી પહોંચીને વિખેરાઈને ફરી ભારત તરફ પરત ફરી રહ્યાં છે. જેથી મુંબઈમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. તેની અસરથી દક્ષિણી ગુજરાતથી મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગમાં તેની અસર જોવા મળશે. વાતાવરણના આ સમીકરણને કારણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના વાતાવરણમાં જબરદસ્ત મોટો પલટો આવશે. આ કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ આવશે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. ગુજરાતમાં પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.