Gujarat Weather Forecast: અંબાલાલની ડરામણી આગાહી, ચક્રવાત, માવઠા અને હાડ થીજવી નાખતી ઠંડી...ગુજરાતીઓ તૈયાર રહેજો ભોગવવા માટે
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં હવે ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે. ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે.
અંબાલાલ પટેલે કહ્યું કે હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી ની લહેર આવશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે ચક્રવાતની આગાહી પણ કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગર માં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે. અરબ સાગર માં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસ માં ગરમી પડી છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા 30 વર્ષની ઠંડી ના રેકોર્ડ તુટશે. માર્ચ માસ સુધી હવામાનમાં પલ્ટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે.