Ambalal Patel : અંબાલાલ પટેલની આ આગાહીને હળવાશથી ન લેતા : ચોમાસાનું ડીપ ડીપ્રેશન અનેકોને લઈ ડૂબશે
ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. જુલાઈ મહિનો ખરા અર્થમાં ગુજરાતીઓ માટે ભારે સાબિત થશે. કારણ કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, આગામી 23 થી 30 જૂલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ પડશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસાદ આવશે. તો નર્મદા નદીમાં પુષ્કળ પાણીની આવક થશે. સરદાર સરોવર બંધની ઊંચાઈ સુધી પાણી પહોંચશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.
અંબાલાલ પટેલે કહ્યું કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, આ દિવસોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ વરસાદ થતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા છે. તો તાપી નદીમાં પણ હળવા પૂરની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.