હવામાનના મોટા અપડેટ : આગામી 5 દિવસ ગુજરાતના 33 જિલ્લાઓમાં આવી છે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે.
સરક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી સામાન્ય વરસાદ રહેશે. અરેબિયન સીમાં સરક્યુલેશન થઈ રહ્યું છે. જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં હાલ હવાનું હળવું દબાણ સક્રિય થયુ છે. આગામી 24 કલાકમાં લો પ્રેશરમાં સરક્યુલેશન સક્રિય થશે.
હવામાન વિભાગે ચોમાસાની આગાહી વિશે જણાવ્યું કે, હજી કેરળમાં ચોમાસું વિલંબે થશે. હાલ સાનુકૂળ પરિસ્થિતિને લીધે ચોમાસુ શક્ય નહીં. ચોમાસા અંગે રાજ્યનું હવામાન વિભાગ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસમાં ગુજરાતના ચોમાસા અંગે જાહેરાત કરાશે.