Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જુઓ ચાર્ટમાં કયા જિલ્લામાં આવશે વરસાદ
આગામી 24 કલાકમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે. હજુ પણ હવામાન વિભાગ મુજબ રાજ્યમાં સત્તાવાર ચોમાસુ શરૂ થયુ નથી.. ત્યારે આગામી 10 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ કેવુ રહેશે. ક્યા જિલ્લામાં ક્યારે વરસાદ થશે તેની આગાહી આવી ગઈ છે. આજથી 4 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
આજે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડશે. જેમાં નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. તો દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતી કાલથી રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે. શનિવારે ગુજરાતના 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે... જેમાં વાત કરીએ તો ગોધરામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે..
રાજ્યમાં વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોએ વાવણીની કરી શરૂઆત.... ગુજરાતમાં કુલ 12.54 ટકા ખરીફ પાકનું વાવેતર... કપાસનું 29.21 તો મગફળીનું 16.5 ટકા વાવેતર કર્યું....
ગુજરાતના ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી છે. રાજ્યમાં ખરીફ વાવેતરની શરૂઆત ખેડૂતોએ આરંભી છે. રાજ્યમાં વરસાદની શરૂઆત થતાં જ વાવેતરની શરૂઆત કરાઈ છે. ગુજરાતમાં કુલ 12.54 ટકા ખરીફ પાકનું વાવેતર શરૂ કરાયું. તો રાજ્યમાં કપાસનું 29.21 ટકા વાવેતર થયું છે. તેમજ મગફળીનું 16.05 ટકા વાવેતર થયું છે.