ગાંડાતૂર બનેલા દરિયાને શાંત કરવા પ્રાર્થનાઓનો દોર શરૂ, સરકારના નેતા ભગવાનના શરણે પહોંચ્યા

Mon, 12 Jun 2023-1:57 pm,

વાવાઝોડામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને હાલ દ્વારકા જિલ્લાનો હવાલો સોંપાયો છે. ત્યારે તેઓ આજે જગત મંદિર દ્વારકામાં દર્શન માટે પહોંચ્યા હતા. આ વેળાએ તેઓએ કહ્યુ હતું કે, ગુજરાતના દેશભરના સૌ દ્વારાધીશના ભક્તો છે. 16 સુધી પ્રવાસ મુલતવી રાખો. 16 પછી તમે ફરી પ્રવાસ નક્કી કરી શકો છે. 16 બાદ જે રીતે દ્વારકાની આસપાસ વિસ્તારોમાં પવનની ગતિ રહેશે, અહી પવન અને અતિભારે વરસાદ આવી શકે છે. ભાવિક ભક્તનો બે હાથ જોડી વિનંતી સહયોગ આપો. તાત્કાલિક ક્યાંય ફરવા જવાનો પ્લાન ન બનાવો. જો બનાવ્યો હોય તો તેને હાલ પૂરતો મુલતવી રાખો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માહિતી આપવામા આવી રહી છે. દરિયા વિસ્તારમાં ગામડાઓમાં અલગ અલગ ટીમ બનાવીને સ્થળાંતર ચાલુ કરાયું છે. કુલ 38 અને 44 ગામ ભયજનક સ્થિતિમાં છે.  38 ગામ એવા છે જે દરિયાથી 5 કિલોમીટર નજીક અને 44 ગામ દરિયાથી 10 કિમી નજીકમાં આવે છે. તે તમામાં અમે જઈશું. રાત સુધી ત્યાના નીચાણવાળા વિસ્તારના લોકોને અન્ય સ્થળે ખસેડવાની કામગારી ચાલુ રાખીશું.   

વાવાઝોડાને લઈ સાંસદે પુનમ માડમે દ્વારકા જગત મંદિરમાં પ્રાર્થના કરી

જાફરાબાદના ધારસભ્ય હીરા સોલંકીએ આજે સવારે ઘુઘવતા સમુદ્ર ને શાંત કરવા માટે પુજા અર્ચના કરી હતી  

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ દરિયા દેવની પૂજા કરી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link