Gujarat Weather Forecast: જેનો ડર હતો એ જ થયું! 72 કલાક બાદ ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
)
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે વરસાદની આગાહી કરેલી છે. 2 અને 3 ફેબ્રુઆરીના માવઠાની આગાહી કરાઈ છે.
)
2 ફેબ્રુઆરીના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમન દાદર નગર હવેલી માવઠાની આગાહી કરાઈ છે જ્યારે 3 ફેબ્રુઆરીના અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર , દાહોદ માં માવઠાની આગાહી છે.
)
જાણીતા આગાહીકાર અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરેલી છે. બીજી ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. તેમણે પણ આગાહી કરતા કહ્યું છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે.
આગાહી મુજબ ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રૂપ હોવાની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે