માથે પડશે ચણિયા ચોળી, કેડિયું અને ગરબાના પાસનો ખર્ચો, ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી આગાહી

Fri, 27 Sep 2024-9:13 am,

એક તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ અગાઉથી જ નવરાત્રિ દરમિયાન વરસાદની વકી અંગે આગાહી કરેલી છે. જેને કારણે આ વખતે ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી શક્યતાઓ છે. 

હવામાન નિષ્ણાતોના મતે આગામી ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ જામ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ-વડોદરમાં પડેલા વરસાદને પગલે ગરબા મેદાનો ઉપર પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ગરબાના આયોજકોએ આજે ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને નવરાત્રિ દરમિયાન જો વરસાદ પડે તો શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. 

નવલી નવરાત્રિના આડે હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પ્રથમ૩ નોરતામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. જેને પગલે પહેલાં ત્રણ દિવસ તો વરસાદમાં ધોવાઈ ગયા જ સમજો. 

અંબાલાલની વરસાદની આગાહીથી આયોજકોના માથે આભ ફાટ્યું છે. પમ્પ- પ્લાસ્ટિકના કવરની વ્યવસ્થા માટે દોડધામ કરી રહ્યાં છે ગરબા આયોજકો. આ વખતે ગરબાનું આયોજન અઘરું બનશે.

નવલી નવરાત્રિના આડે હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પ્રથમ૩ નોરતામાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે. જેને પગલે પહેલાં ત્રણ દિવસ તો વરસાદમાં ધોવાઈ ગયા જ સમજો. 

ગુજરાતમાં હજુ પણ આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે આ વખતે નવરાત્રિની મજા બગડી શકે છે. વરસાદી વિઘ્નને લઈને ખેલૈયાઓ ચિંતામાં છે અને આયોજકો અવઢવમાં છે. 

બે દિવસ વરસાદથી ગરબાના અનેક ગ્રાઉન્ડ પાણીમાં ભરાઈ ગયા છે. જેને પગલે હાલ નવરાત્રિને લઈને ગરબા આયોજકો પણ ભારે અવઢવમાં છે. તમે પણ મોંઘા પાસ લેતા પહેલાં જરૂર વિચારજો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link