અંબાલાલની આ વાત સાચી પડી તો આવી બનશે! રોહિણી નક્ષત્રમાં આંધી, વંટોળ, વાવાઝોડું અને ગાંડોતૂર વરસાદ

Wed, 22 May 2024-1:49 pm,

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 મે સુધી બંગાળ ના ઉપસાગર માં ચક્રવાત સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતા 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં રહેશે વરસાદ. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં 13 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં આકાશમાંથી જાણે અગનવર્ષા વરસી રહી છે. ગઈકાલે 5 શહેરોનું તાપમાન 45 ડિગ્રીને આંબી ગયું...જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ભુક્કા કાઢી નાખ્યા...45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું...આ બાજુ હવામાન વિભાગે ફરી ધગધગતી આગાહી કરી છે. તારીખ 21, 22 અને 23મી મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની ચેતવણી છે.

 રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા લોકો ભારે ગરમીથી તોબા પોકારી રહ્યાં છે. હજુ પણ આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે ભારે...કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓએ થવું પડશે હેરાન.

રાજ્યભરમાં હીટવેવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ખાસ કરીને અત્યાર સુધીમાં ગરમીમાં ગભરામણના કારણે ગુજરાતમાં 2 વૃદ્ધના મોત થઈ ચુક્યા છે. 60 વર્ષીય મહિલા અને 73 વર્ષીય વૃદ્ધનું મોત થયું હોવાના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યાં છે. અસહ્ય ગરમીમાં 4 દિવસમાં 15 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અતિ ગરમીમાં 20 દિવસમાં 108ને 90 કોલ્સ મળ્યાં હોવાની વિગતો પણ સામે આવી છે. 

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 6 શહેરોમાં 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાનમાં સેકાયું હિંમતનગર. સુરેન્દ્રનગરમાં 45.4, અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે.  વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી, જ્યારે અમદાવાદમાં 25 તારીખ સુધી હીટવેવની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે થશે વરસાદ. આવતીકાલે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં પડશે વરસાદ. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં આગળ વધતું ચક્રવાત ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો માટે બની શકે છે મોટો ખતરો. આવતીકાલે બંગાળની ખાડીમાં તિવ્ર ચક્રવાત બાદ થશે વરસાદ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link