યલો એલર્ટ વચ્ચે ગુજરાતના આટલા જિલ્લામાં આવ્યો વરસાદ, દ્વારકા અને કચ્છમાં ધમાકેદાર બેટિંગ
દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. દ્વારકા તાલુકા માં 16મીમી તો ખંભાળિયા તાલુકામાં 7 મીમી વરસાદ નોઁધાયો છે. કમોસમી વરસાદ ને લીધે ખેડૂત ની સાથોસાથ માંગલિક પ્રસંગમાં પણ નુકસાની કરી છે. વરસાદના પગલે મોટી ખોખરી ગામે લગ્નના મંડપ ધરાશાયી થયા છે. કમોસમી વરસાદના પગલે દ્વારકા જિલ્લામાં ઠંડીનુ પ્રમાણ વધ્યું છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે વરસાદી ઝાપટું આવ્યું છે.
રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો વ્યો છે. આજે કચ્છ જિલ્લાભરમાં સવારે 2 કલાકમાં જ ખાબક્યો દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો દ્વારકા તાલુકામાં 16મીમી, તો ખંભાળિયા તાલુકામાં 7 મીમી વરસાદ નોંધાયો છે. આમ, ઉનાળાની શરૂઆતે જ વરસાદ થતાં પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે. તો બીજી તરફ, પ્રતિકૂળ વાતાવરણને કારણે ગિરનાર રોપવે પણ બંધ કરાયો છે. હાલ ગિરનાર પર્વત પર 54 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી પવનની તેજ ગતિને કારણે રોપવે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
વહેલી સવારથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ... હવામાન વિભાગે આજે યલો અલર્ટ જાહેર કરતા જગતના તાતની ચિંતા વધી...
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલો અલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં વરસાદ આવવવાની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, આનંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. માવઠા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં માવઠાની આગાહી આવી છે. ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સુચના અપાઈ છે.
કચ્છ જિલ્લાભરમાં સવારે 2 કલાકમાં જ ખાબક્યો દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજયના હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કચ્છમા વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. જેમાં રાપર તથા આસપાસના વિસ્તારમાં વહેલી સવારે પાંચ વાગ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને સતત ઝરમર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા. આ કમોસમી વરસાદને લીધે ખેતરોમાં તૈયાર જીરું કપાસ રાયડા ઇસબગુલ ઘઉં સહિતના રવિ પાકને લાખોનું નુકસાન થયુ છે. ખેડુતોને મોટુ નુકશાન થયું છે. રાપર સહિત વાગડ વિસ્તારના લગભગ ગામોમા કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. વરસાદ સાથે પવન પણ રહેતા રવિ પાકને નુકસાન થવાની શક્યતા વધી છે.
પાટણ જિલ્લાના ત્રણ તાલુકામાં માવઠું આવ્યું છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં વહેલી સવારથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે. વરસાદને કારણે રાધનપુર APMC માં ખુલ્લામાં પડેલ માલ પલળી ગયો છે. વેપારી દ્વારા ખરીદેલ જણસ ખુલ્લા રહી ગયેલ જણસ પલળી છે. માર્કેટયાર્ડ માં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા, અને રાયડાની જણસ પલળી જતા આશરે લાખોનું નુકસાન થયું છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના તમામ પંથકોમાં વરસાદી માહોલ છે. પાલનપુર પંથકમાં ઘનઘોર વાદળછાયું વાતાવરણ છવાયુ હતું. તેના બાદ પાલનપુર પંથકમાં વીજળીના ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જિલ્લાના સૂઇગામ, થરાદ, વાવ, કાંકરેજ, ધાનેરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કાંકરેજના થરા, શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની અગાહીને પગલે બનાસકાંઠાના સરહદી પંથકમાં કમોસમી માવઠું આવ્યુઁ છે. સુઇગામના બેણપ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, વહેલી સવારથી પોરબંદર જિલ્લાના અમુક ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના નાગકા, કુણવદર સહિત ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો. તો જામનગર ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ સાથે માવઠું નોંધાયુ. ધ્રોલ તાલુકા અને શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટ શહેરના પડધરી પંથકમાં વરસાદી ઝાપટું આવ્યું છે.