ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશકારી `બિપરજોય` તબાહી મચાવશે, ભૂક્કા બોલાવી દેશે! Photosમાં જુઓ વાવાઝોડાનો રૂટ
ચક્રવાત બિપરજોય દિશા બદલીને ખૂબ જ ખતરનાક બની ગયું છે. ચક્રવાત ગુજરાતના કચ્છ કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. જેને જોતા કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂને બપોરે ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં અમે તમને આ ભયાનક વાવાઝોડા બિપરજોય અંગે જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તે તસવીરોમાં જણાવી રહ્યા છે જેનાથી તમને આ વાવાઝોડાની ભયાનકતા કેટલી હોઈ શકે તેનો અંદાજો આવી શકશે. કઈ તારીખે વાવાઝોડાની શું સ્થિતિ હોઈ શકે તે આ તસવીરો મારફતે તમને જાણવા મળશે. તસવીરો સાભાર (IMD અને Windy.com)
IMD દ્વારા શેર કરાયેલી લેટેસ્ટ તસવીર મુજબ વાવાઝોડું હાલ કઈ સ્થિતિમાં છે અને આગામી બે થી ત્રણ દિવસમાં શું સ્થિતિ રહેશે તે દર્શાવવામાં આવ્યું છે. IMD એ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારે 8.30ની સ્થિતિ મુજબ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર, દેવભૂમિ દ્વારકાથી 360 કિમી દૂર, દક્ષિણમાં જખૌ પોર્ટથી 440 કિમી દૂર, નલિયાથી 440 કિમી દૂર છે. 15મી બપોર સુધીમાં જખૌ પાસેથી પસાર થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. (તસવીર- IMD)
આજે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. જ્યારે 14મીથી સામાન્યથી ભારે વરસાદની ચેતવણી છે. ચક્રવાત બિપરજોય કચ્છના માંડવીમાં ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છમાં દરિયા કિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. સાવચેતી રૂપે આ કલમ 144 લાગૂ કરાઈ છે. 12 જૂનથી 16 જૂન સુધી આ કલમ 144 લાગૂ રહેશે. (તસવીર- IMD)
13મીએ બપોરે વાવાઝોડાની શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
13મીએ મધરાતે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂને બપોરે ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળીના થાંભલા અને ટેલિફોન લાઈનોને નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતના તમામ બીચ પણ સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. 14 મીએ બપોરે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
14 મીએ મધરાતે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
લગભગ 10 દિવસ સુધી અરબી સમુદ્ર ઉપર એક ચક્રવાત તરીકે હાજર રહ્યા બાદ 6 જૂને એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જનારા બિપરજોય વાવાઝોડાના બે -ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ કાંઠે ત્રાટકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જે તેને હાલના દાયકાઓમાં ભારતને પ્રભાવિત કરનારા સૌથી લાંબા સમય સુધી ચાલતા ચક્રવાતોમાંથી એક બનાવે છે. 15 મીએ બપોરે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
15 મીએ મધરાતે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
16 મીએ બપોરે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)
17મીએ મધરાતે વાવાઝોડાની સંભવિત શું સ્થિતિ હશે તે દર્શાવતી તસવીર (સાભાર- Windy.com)