આ તારીખથી ગુજરાત આખું થઈ જશે ટાઢું! જાણો અંબાલાલ પટેલની વધુ એક આંચકાજનક આગાહી

Tue, 02 Jan 2024-5:09 pm,

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં જ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આબુમાં 0.0 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે. ન્યૂનતમ તાપમાનથી ઘાસ, પાંદડા અને વાહનો પર બરફ જામી ગયો છે. 

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતનાં પૂર્વીય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે. આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે. જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 

વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ધુમ્મસમય માહોલ જોવા મળ્યો છે. જો કે ડિસેમ્બરમાં પડતી ઠંડી કરતા આ વર્ષે ઠંડી ઓછી અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર ન થવાને લઈ આગાહી કરી છે. 

કચ્છના નલિયામાં વર્ષના આરંભે ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. ઠંડીનો પારો ગગડીને 8.8 ડિગ્રીએ પહોંચ્યો છે. મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું 24.2 ડીગ્રી થતા દિવસ પણ ઠંડી અનુભવાઈ રહી છે. ભુજમાં મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. ભુજમાં મોસમની સૌથી વધુ ઠંડી આજે અનુભવાઈ છે. ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તો મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડીમાં ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં સામાન્ય કરતા ઠંડીનો પારો ઊંચો નોંધાયો છે. જોકે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી ઓછી છે.

જોકે, આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવા વર્ષે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. જેના કારણે બંગળાના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.

જાન્યુઆરી 1 થી 5 માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. તો સાથે જ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link