આગામી બે દિવસમાં ગુજરાતે એક મોટી આફત માટે તૈયાર રહેવું પડશે, અંબાલાલ પટેલની ભયંકર આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદ થશે. જેના કારણે જળસ્તરોમાં વધારો થશે.
કેરળમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસુ બેસવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ બાદ ચોમાસું પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે ફરી એક વાર ચોમાસાને લઈને આગાહી કરી છે. જેમા તેઓએ જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ મોડો આવશે પરંતુ ભુક્કા બોલાવશે.
અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે.જેમાં મહેસાણા, અમદાવાદ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ ખાબકશે. તેમજ નર્મદા નદી બે કાંઠે વહેશે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી નાંખી છે. આવતીકાલે એટલે કે તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.