ખજૂરભાઈની ચારેતરફ વાહવાહ થઈ, ખેત મજૂર પરિવારના અસ્થિર મગજના દીકરાની મદદે આવ્યા
બોટાદમાં પહોંચેલા ખજૂરભાઈની મહેનત રંગ લાવી છે. બોટાદના સરવા ગામે ફેમસ ખજૂરૉભાઈની ટીમ પહોંચી હતી. જ્યાં તેમણે જોયુ કે, સરવા ગામે વાડી વિસ્તારમાં માનસિક અસ્થિર 22 વર્ષનો યુવાન 6 વર્ષથી નગ્ન હાલતમાં જેવી છે. આ યુવક ખુલ્લામાં 6 વર્ષથી ઝાડ નીચે જીવન વિતાવે છે. ત્યારે મહેશ નામના આ યુવાન માટે રહેવા-જમવા તેમજ લાઈટ સહિતની તમામ વ્યવસ્થા માટે ખજૂરભાઈની ટીમ કામે લાગી હતી.
બોટાદમાં રહેતા ખેત મજૂર પ્રાગાજીભાઈનો 22 વર્ષીય પુત્ર મહેશ અસ્થિર મગજનો છે. પરિવારની પરિસ્થિતિ એટલી કથળેલી છે કે, તેને ઝાડ નીચે સાંકળ બાંધીને રાખવો પડે છે. 6 વર્ષથી તે આવી હાલતમાં જીવતો હતો. ત્યારે ખજૂરભાઈએ પરિવારની જરૂરિયાત પૂરી પાડી હતી.
પરિવારની પાણીની જરૂરિયાતને ખજૂરભાઈએ તેમની વાડીમાં બોર કરાવી આપ્યો. બોરમાં 90 ફૂટે પાણી આવી જતા ખજૂરભાઈ અને તેની ટિમ સાથે પ્રાગજીભાઈના પરિવારમાં ખુશી જોવા મળી છે. તથા દીકરા માટે પણ વ્યવસ્થા થતા પરિવારની મોટી ચિંતા દૂર થઈ હતી.