કોણ છે એ ગુજરાતી અભિનેત્રી જેની સાથે મલ્હાર ઠાકર કરી રહ્યો છે લગ્ન, નવેમ્બરના અંતમાં જ મેરેજ
સૌથી મોટો ખુલાસો થયો છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એક્ટર મલ્હાર ઠાકર લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ પહેલાં પણ ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પર જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પૂજા જોશી સાથે લગ્ન કરી રહ્યો છે. પૂજા જોશીનો (Malhar Thakar – Puja Joshi Wedding) જન્મ અને ઉછેર મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પરિવારનું બેકગ્રાઉન્ડ ડિફેન્સનું છે અને તેના પિતાએ ભારતીય વાયુસેનામાં હતા.
ગુજરાતી ફિલ્મની અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બરના અંતમાં (Malhar Thakar)લગ્ન ગ્રંથિથી જોડાશે. પૂજા જોશીનો જન્મ 28 જૂન 1992ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર ભારતમાં થયો હતો. પૂજા જોશી હું તારી હીર (2022), લવ અતરંગી અને આવું જ રહેશે (2018) માં અભિનયના ઓજસ પાથરી ચૂકી છે.
લગ્નની ઓફિશીયલ જાહેરાત : પૂજા જોષીએ ઈન્સ્ટાની એક પોસ્ટમાં લખ્યું કે,"અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રીયલ સુધી.... તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ. કાઉન્ટડાઉન શરૂ". મલ્હાર ઠાકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ જોઈ ચાહકો ખુશ થઈ ગયા છે. પોસ્ટ સાથે હેશટેગમાં લખ્યું છે કે, નોટ અ ફિલ્મ અનાઉન્સમેન્ટ, ન્યુ જરની, ટુગેધરનેસ, લવ.
કોરોનાના સમયે પૂજા જોશીએ મલ્હાર (Malhar Thakar) સાથે વાત વાતમાં નામની એક વેબસીરીઝ કરી હતી. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ (Lagan Special)માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
પૂજાએ (Puja Joshi) મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ગુજરાતના સિદ્ધપુર ગામના 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) મુંબઈની 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદ ખાતે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે પ્રભુતાના પગલાં પાડશે. આ પહેલાં ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’(Lagan Special)ની રિલીઝ સમયે પણ મલ્હાર-પૂજાના લગ્નની અફવાઓ ઉડી હતી. બાદમાં જાણ થઈ હતી કે, તે માત્ર ફિલ્મ પ્રમોશનલ સ્ટંટ હતો.