ચાલી ગઈ તો ચાંદ સુધી લઈ જશે આ ગુજરાતી કંપની! માર્કેટની આંધીમાં પણ અડીખમ છે આ સસ્તો શેર

Tue, 24 Sep 2024-1:30 pm,

Multibagger share: અહીં વાત થઈ રહી છે એક એવા શેરની જેની કિંમત એક સમયે 20-22 રૂપિયા હતી અને જોત જોતામાં એ શેરની કિંમત ચાર ગણી થઈ ગઈ છે. હજુ પણ આ ગુજરાતી કંપનીના શેરમાં એટલી તાકાત છેકે, તે અત્યારે જે ભાવનો છે તેના કરતા પણ તેની કિંમત ચાર ગણી વધી શકે છે. એ પણ શોર્ટ ટાઈમમાં. અમે નથી કહી રહ્યાં સ્ટોક માર્કેટના એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યાં છે આવા દાવા...

તમે શું માનો છો? અમે વાત કરી રહ્યા છીએ સુઝલોનની. જીહાં, હાલ આ કંપનીનો શેર રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જોત જોતમાં નજરોની સામે જ ડબલ થઈ ગયા છે સુઝલોનના શેરના ભાવ. જેણે પણ રોકાણ કર્યું હતું તેની તે પેઢીઓની પેઢીઓ તરી જશે. સુઝલોન વધતા દેવા અને ખોટથી પરેશાન હતી. વર્ષ 2019માં, તેણે ખર્ચ ઘટાડવા અને દેવું ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.  જોકે, રાઈટ્સ ઇશ્યૂ સફળ રહ્યો અને હવે બે વર્ષમાં કંપની માટે ઘણું બદલાઈ ગયું છે. જોત જોતામાં જ બદલાઈ ગઈ કંપનીની કહાની. ખોટ કરતી કંપની નફો કરતી થઈ ગઈ.

80 રુપિયાના શેરવાળી ગુજરાતી કંપનીનો મેગા પ્લાન, સફળ રહ્યા તો કિંમત 200 સુધી પહોંચી શકે! વિન્ડ ટર્બાઇન નિર્માતા સુઝલોન એનર્જી હવે દેવું અને બિઝનેસમાં ઉતાર-ચઢાવમાંથી બહાર આવી છે. તેની ઓર્ડર બુક લગભગ 5 GW છે અને તેની કિંમત પણ ઘટી છે. મનીકંટ્રોલ સાથેની એક મુલાકાતમાં, કંપનીના મેનેજમેન્ટે કહ્યું કે કંપનીએ વિસ્તરણ માટે એક મોટી યોજના તૈયાર કરી છે. બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને, કંપની વધુ ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇન્સના બજારમાં પ્રવેશવા જઈ રહી છે અને રિન્યુએબલ એનર્જીના વધુ સેગમેન્ટમાં પણ પ્રવેશવા જઈ રહી છે. 

કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ રૂ. 1500 કરોડની લોનની ચુકવણી કરી હતી અને તેની નેટવર્થ દસ વર્ષમાં પ્રથમ વખત સકારાત્મક બની છે. સંસ્થાકીય રોકાણકારો પણ તેના વિશે હકારાત્મક છે અને વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકે તાજેતરમાં તેમાં હિસ્સો ખરીદ્યો છે. ગુજરાતના રાજકોટમાં આવેલી કંપની સુઝલોનની શરૂઆત 1987માં તુલસી તંતી દ્વારા ટેક્સટાઈલ વેપાર તરીકે શરૂ કરવામાં આવી હતી. તેવામાં તેમને ત્યારે જ સમજાઈ ગયું કે ભવિષ્ય કાપડ નહીં પણ વિન્ડ એનર્જી યુનિટ છે અને તેમણે 1995માં સુઝલોનની શરૂઆત કરી. શરૂઆતમાં આ કંપનીને વર્ષો સુધી ખોટ આવી પરંતુ હવે કંપની તમામ અવરોધોને પાર કરી ચૂકી છે. એક અંદાજ મુજબ લાંબાગાળે આ શેર 200 રુપિયા સુધી જઈ શકે છે. જોકે આ ફક્ત બજાર જાણકારોનું અનુમાન છે. અહીં તેવો દાવો કરવામાં નથી આવી રહ્યો.

કંપની દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છેકે, કંપનીનો રોકડ પ્રવાહ તેની પ્રગતિ માટે પૂરતો છે અને હવે કોઈ પણ રીતે ભંડોળ ઊભું કરવાની જરૂર નથી. માર્ચ 2024માં, ક્રિસિલ રેટિંગ્સે સકારાત્મક દૃષ્ટિકોણ સાથે તેનું રેટિંગ અપગ્રેડ કરીને ‘A-’ કર્યું. રેટિંગ અપગ્રેડ માર્જિનમાં અપેક્ષા કરતાં વધુ સારા સુધારા થયા છે. O&M બિઝનેસમાંથી સ્વસ્થ રોકડ પ્રવાહ અને ઓર્ડર બુકમાં ઉછાળા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યું હતું. સુઝલોનનું લેટેસ્ટ 3.15 મેગાવોટ મોડેલ તૈયાર છે અને તેના માટે ઘણા ઓર્ડર મળ્યા છે. હવે કંપની ભવિષ્યની માંગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આગામી પ્રોડક્ટની તૈયારી કરી રહી છે. ભારત 2030 સુધીમાં 500 GW નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપિત કરવાની યોજના ધરાવે છે, જેમાંથી 140 GW પવન ઊર્જા હશે. જેપીના જણાવ્યા અનુસાર, 2030ના આ લક્ષ્યાંક અનુસાર ભારત તેની વાર્ષિક ઇન્સ્ટોલેશન 5-6 GW થી વધારીને 10-12 GW કરશે.

કંપનીના જાહેર કર્યું કે કંપની હવે વિન્ડ ટર્બાઇન્સથી આગળ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં વિસ્તરણ કરવા માંગે છે. તેનો મુખ્ય વ્યવસાય વિન્ડ ટર્બાઇનનો છે અને આમાં કંપની તેના એક તૃતીયાંશ બજાર હિસ્સાને જાળવી રાખીને વધુ ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇન માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. વિન્ડ ટર્બાઇન ઉપરાંત, કંપની સોલાર અને સ્ટોરેજ સોલ્યુશન્સમાં પણ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. કંપની સોલાર ઇક્વિપમેન્ટ અને બેટરી સ્ટોરેજ નહીં બનાવે અને આ માટે તે હાઇબ્રિડ મોડેલ અપનાવશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link