એક સમયની ગુજરાતી હિરોઈનના નસીબ ખૂલ્યા, કોંગ્રેસે આ રાજ્યમાં સોંપી મોટી જવાબદારી
કોંગ્રેસ પાર્ટીએ સુરતમાં મોટા આંચકા વચ્ચે ગુજરાતમાંથી પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝને 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરી છે. ગુજરાતની પ્રગતિ આહીરને પણ મોટી જવાબદારી મળી છે.
મુમતાઝ તેના પિતાના અવસાન બાદ ગુજરાતમાં સક્રિય છે. જેમને ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી હતી, પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં મુમતાઝ ચૂંટણી લડી શકી ન હતી કારણ કે આ બેઠક આમ આદમી પાર્ટી (AAP) પાસે ગઈ હતી. શરૂઆતમાં મુમતાઝ થોડી નારાજગી હતી, પરંતુ બાદમાં મુમતાઝે પાર્ટીનો નિર્ણય સ્વીકારી લીધો.
જે હાલમાં આંદામાન અને નિકોબારમાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહી છે, તે દરમિયાન પાર્ટીએ તેમને ગુજરાતના સ્ટાર પ્રચારકોની યાદીમાં રાખ્યા છે. અગાઉ ગુજરાતમાં સેવાદળ સાથે સંકળાયેલા પ્રગતિ આહિર પાસે પણ પાર્ટીમાં મોટી જવાબદારી હતી. 20 એપ્રિલે પાર્ટીએ પ્રગતિ આહિરને AICC કોમ્યુનિકેશન કો-ઓર્ડિનેટર બનાવ્યા બાદ મહારાષ્ટ્રની જવાબદારી સોંપી છે. પ્રગતિ આહીર પણ મુમતાઝ પટેલની જેમ પાર્ટીના યુવા ચહેરાઓમાં સામેલ છે.
લોકસભાની ચૂંટણી પહેલા યુવા નેતા પ્રગતિ આહિરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી હતી. પ્રગતિ આહિરને ગુજરાત કોંગ્રેસ સેવાદળના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સેવાદળના હાલના અધ્યક્ષ વિજય પટેલની નાદુરસ્ત તબિયતના કારણે પ્રગતિ આહિરને આ જવાબદારી સોંપવામાં આવી છે. એક સમયે મોડેલીંગ અને હીરોઈનની ભૂમિકા ભજવનાર પ્રગતિ આહીરે રાજકીય કારકિર્દી બનાવવા કૉંગ્રેસની વાટ પકડી હતી. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કૉંગ્રેસ ટિકિટ માટેના એક પ્રબળ દાવેદાર મનાતા હતા. પોતાના વતન કેશોદમાં તેમણે આ માટે મહેનત પણ કરી હતી.
વિધાનસભા ચૂંટણી પૂર્વે કેશોદ વિધાનસભા ચૂંટણીના મુખ્ય દાવેદારોમાં તેમનો પણ સમાવેશ થતો હતો. જો કે, કૉંગ્રેસની ટિકિટ હિરાભાઈ જોટવાને મળી હતી. હિરાભાઈ જોટવા ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમ સામે હારી ગયા હતા. કૉંગ્રેસે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા કાર્યકરો-નેતાઓ માટે શિસ્ત સમિતિનું ગઠન કર્યું હતું. જેના અનુસંધાને પ્રગતિ આહીર સામે પગલા ભરાયા હતા. હવે 2 વર્ષમાં તેમને કોંગ્રેસે મોટી જવાબદારી આપી છે.
ભાજપની જેમ કોંગ્રેસે પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ચાર મહિલાઓને ટિકિટ આપી છે. પાર્ટીએ અમરેલીમાંથી જેની ઠુમ્મર, પંચમહાલમાંથી પ્રભાબેન તાવિયાડ, બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર, ગાંધીનગરથી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ પૈકી ગેનીબેન ઠાકોર ગુજરાતમાં પક્ષના એકમાત્ર મહિલા ધારાસભ્ય છે. તેઓ રેખાબેન ચૌધરીને ટક્કર આપી રહ્યાં છે. બનાસકાંઠા ગુજરાતમાં એકમાત્ર એવી બેઠક છે જ્યાં બે મહિલાઓ વચ્ચે જંગ છે.
ગુજરાતમાં સુરત બેઠક પર ભાજપની બિનહરીફ જીત બાદ હવે રાજ્યની 25 બેઠકો માટે મતદાન થયું છે. ઓછા મતદાનને પગલે ભાજપ અને કોંગ્રેસ બંને નવેસરથી સમીકરણો મૂકી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. જેમાં વાઘોડિયા, ખંભાત, વિજાપુર, માણાવદર અને પોરબંદરની બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર કોંગ્રેસના પક્ષપલટુઓને ભાજપે તક આપી છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, પાર્ટી જ્યાં વિધાનસભા ચૂંટણીમાં તેની બેઠકો પર બળવાખોરોને હરાવવાનો પડકારનો સામનો કરી રહી છે, ત્યારે તેની પાસે લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલવાનો પડકાર પણ છે. પ્રગતિ આહીર માટે વાત કરીએ તો હાલમાં એમને કોંગ્રેસમાંથી લોકસભા પહેલાં મોટી તક મળી છે. જો તેઓ આ તકનો લાભ લઈ શકે તો મોટો ફાયદો થઈ શકે એમ છે.