મરતા દમ સુધી આ 6 વસ્તુઓ ખાવાનું નથી છોડતા ગુજરાતીઓ! ના ખાધી તો ધરતીનો ધક્કો ખોટો
ગાંઠિયા એ ગુજરાતીઓ માટે નેશનલ ફૂડ જ સમજવુ. સ્વાદના શોખીન ગુજરાતીઓની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે.
Gujarati Dishes: ગુજરાત ફરવા માટે બહુ ફેમસ છે. અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે. ગુજરાત સ્વાદિષ્ટ વાનગીઓ (Famous Gujarati Dishes) માણવા માટે પણ જાણિતું છે. જો તમે ક્યારેય ગુજરાતની મુલાકાત લેવાનું આયોજન કરો છો, તો ચોક્કસ અહીંના ભોજનનો સ્વાદ માણજો. આજે અમે તમને ગુજરાતની પાંચ ફેમસ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સ્વાદ તમારો દિવસ બનાવી શકે છે...
સવાર સવારમાં ચા સાથે ઢેબરા મળે તો સ્વાદ જ અલગ બની જાય છે. ગુજરાતમાં તમે ચાની કીટલી પર જાઓ તો તમને ચોક્કસ ઢેબરા મળી જશે. જે બાજરી અને મેથીમાંથી બનાવવામાં આવે છે. તમે ચા સાથે ઢેબરા ખાશો તો તમારો દિવસ સુધરી જશે. ગુજરાતમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. જો તમે ગુજરાત ફરવા જાઓ તો ચોક્કસ તેનો સ્વાદ માણજો.
આ એક એવી વાનગી છે જેને લોકો નાસ્તા તરીકે ખાય છે. ખાંડવી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ ખવાય છે. દિલ્હીના લોકો તેના દિવાના છે. તે ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખાવામાં નરમ અને સ્વાદિષ્ટ હોય છે. જો તમે અત્યાર સુધી ખાંડવી ના ખાધી હોય તો એકવાર તેને ચોક્કસ ખાઈ લેજો..
જો તમે ગુજરાત જતા હોવ તો ખમણ ઢોકળાનો સ્વાદ નહીં લો તો તમે પસ્તાશો. ગુજરાતીઓ ખમણ ઢોકળાના ખાસ શોખિન છે. આ અહીંના સૌથી સ્વાદિષ્ટ નાસ્તાની યાદીમાં ટોચ પર છે. ગુજરાતીઓની સાથે ભારતના અન્ય ભાગોના લોકો પણ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. ખમણ એ બિલકુલ સામાન્ય ઢોકળા જેવું જ છે હોય છે પરંતુ તે નરમ અને વધુ સ્વાદિષ્ટ હોય છે. જો તમે તેને ઘરે બનાવવા માંગો છો, તો તમે તેને ચણાની દાળમાંથી બનાવી શકો છો.
તમે પરિવાર કે મિત્રો સાથે ગુજરાતમાં ગયા અને હાંડવો ન ખાધો તો શું ખાધું? તમને એમ લાગશે કે તમે કંઈક ચૂકી ગયા છો. આ ગુજરાતના પ્રખ્યાત ફૂડમાંનું એક છે. તે એક પ્રકારનું નમકીન હોય છે અને તેનો સ્વાદ એટલો મસાલેદાર છે કે તેનાથી મોઢામાં પાણી આવી જાય છે. હાંડવોનો તમે આનંદ લઈ પણ શકો છો અને પેક કરી ઘરે પણ લાવી શકો છો.
આ એક એવી વાનગી છે જેનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય છે. જો કે ગુજરાતમાં ઘણી વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ હોય છે, પરંતુ જ્યારે દાળ ઢોકળીની વાત આવે છે, તો બધું બાજુ પર રહી જાય છે. કઠોળ, મસાલા અને લોટમાંથી બનેલી આ વાનગી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ડીશ તમે ગુજરાતની મુલાકાત લો તો ખાવાની ના ભૂલતા...