Met Gala 2024 માં ચમકેલી આ ગુજરાતણને જોઈ બધા પૂછી રહ્યાં છે, કોણ છે મોના પટેલ?
ગુજરાતી એન્ટરપ્રિન્યોર મોના પટેલ મેટ ગાલા 2024ના આ ભવ્ય ઈવેન્ટમાં કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી. આ ઇવેન્ટ પહેરવા માટે, તેણી (મોના)એ ઓફ વ્હાઇટ અને ગોલ્ડન રંગનો મિકેનિકલ બટરફ્લાય ડ્રેસ સ્ટાઈલ કર્યો હતો. જેને આઇરિસ વાન હર્પેન (Iris van Herpen) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ આઉટફિટ મેટ ગાલાની આ વર્ષની થીમ સાથે સારી રીતે મેચ થતો હતો.
મોના પટેલ મૂળ વડોદરાની રહેવાસી છે. ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા સેટલ્ડ થઈ હતી. 2003 સુધી અમેરિકામાં રહ્યા બાદ આજે તે સફળ મહિલા આંત્રપ્રિન્યોર છે. એક ભારતીય ફેશન એન્ટરપ્રિન્યોર, ઈનવેસ્ટર છે. મોના પટેલની ગણતરી જાણીતી હસ્તીઓમાં થાય છે. તેમની સ્ટાઈલ અને ફેશન દરેક કરતા અલગ હોય છે. તેથી જ આ મોટી ઈવેન્ટ્સમાં દરેક લોકો તેના લુકની આતુરતાથી રાહ જોતા હોય છે. સફળતાથી તેમણે મિલિયન ડોલરનું સામ્રાજ્ય બનાવ્યું છે.
મોના પટેલના ડ્રેસે મેટ ગાલા ઈવેન્ટમાં સૌનું દિલ જીતી લીધુ છે. મિકેનિકલ બટરફ્લાય ડ્રેસની હાલ ચારેતરફ ચર્ચા થઈ રહી છે. કોઈ બિઝનેસ જગતના સેલિબ્રિટી આ રીતે રેમ્પવોક કરીને પોપ્યુલર બને તેવું પહેલીવાર બન્યું છે. આ ડ્રેસની ખાસિયત એ છે કે, તેમાં જડાયેલા પતંગિયા મશીનની મદદથી ફરતા રહે છે.
મોના પટેલનો ડ્રેસ એક યુનિક ડ્રેસ બની રહ્યો. આઇરિસ વેન હર્પેને આ સુંદર ડ્રેસ ડિઝાઇન કર્યો છે. જે મેટ ગાલા ઈવેન્ટની ‘ધ ગાર્ડન ઓફ ટાઈમ’ની થીમ સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે.
ભારતમાંથી ઈશા અંબાણી, આલિયા ભટ્ટ, સબ્યાસાચી મુખરજી સહિત અનેક સ્ટાર્સે મેટ ગાલામાં રેમ્પવોક કર્યું, પરંતું ગુજરાતની સૌથી ચર્ચિત ફેશન ઉદ્યોગસાહસિકે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.