ગરબે ઘુમ્યા ગુજરાતના યુવા સાંસદ, કયારેય નહીં જોયો હોય પૂનમ માડમનો આવો અંદાજ, જુઓ તસવીરો
3 કલાકથી પણ વધુ સમય સુધી ચાલનારા આ મહારાસ માટે 500 એકર જગ્યામાં અને 5 કિલો મીટર લાંબુ ગ્રાઉન્ડ બનાવાયુ છે. ત્યારે હાલ 37 હજારથી વધુ આહીરાણીઓ મૌનવ્રત ધારણ કરીને મહારાસ રમી રહી છે. આ રીતે આજે કૃષ્ણનગરીમાં ઈતિહાસ રચાયો.
37 હજાર આહીરાણીઓને ગરબે ઘૂમતી જોવા 2 લાખ લોકો આવ્યા. દ્વારકામાં આહીર સમાજે ઇતિહાસ રયાયો છે. 5000 વર્ષ પહેલાની પરંપરા ફરી જવંત થઈ છે.
37 હજારથી વધુ આહીરાણીઓએ પારંપરિક રાસ શરૂ કર્યા, તો બે લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા ઉમટ્યા. આ તસવીરો આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી છે.
5 હજાર વર્ષ પહેલાં દ્વારકાનગરીમાં રમાયેલો મહારાસ અધુરો રહ્યો હતો. કૃષ્ણલીલાના જાણીતા પ્રસંગો પૈકી એક એવા બાણાસુરની પુત્રી અને શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધજીના પત્ની ઉષાજીએ તેમના લગ્ન બાદ દ્વારકા ખાતે જે ગરબો રચ્યો હતો, જે અધુરો રહ્યો હતો. ત્યારે તેમની જ સ્મૃતિ રૂપે શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહીરાણીઓ દ્વારા મહારાસ રમીને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરાઈ રહ્યો છે.