આ જગ્યાએ થાય છે ભાઈ-બહેનના લગ્ન, પહેલા હાથ પર બંધાવે છે રાખડી, પછી તેનાથી જ થાય છે પ્રેગ્નેન્ટ

Wed, 25 Sep 2024-6:07 pm,

ભારતમાં ઘણા પ્રકારની પરંપરાઓ છે, પરંતુ અમુક એવા રિવાજ પણ છે, જે દરેક જગ્યા કરતા અલગ પડતા હોય છે. આ રિવાજ અને માન્યતાઓ સૌથી વધુ પરિવાર સાથે જોડાયેલી હોય છે. ભારતમાં લગભગ દરેક ધર્મમાં ભાઈ-બહેનનો સંબંધ પવિત્ર માનવામાં આવ્યો છે. ભાઈ પોતાની બહેનને દરેક મુશ્કેલીઓમાંથી બચાવવા માટે કસમો ખાય છે. બહેન પણ ભાઈની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. પરંતુ કદાચ ભાગ્યે જ તમે સાંભળ્યું હશે કે અમુક જનજાતિમાં ભાઈ-બહેન લગ્ન કરે છે.

પરંતુ છત્તીસગઢમાં એક એવી જનજાતિ રહે છે, જ્યાં ભાઈ અને બહેનના લગ્નનો રિવાજ છે. જી હા... આ જનજાતિના લોકો આરામથી ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. આ લગ્નને સમાજમાંથી આર્શીવાદ પણ મળે છે. તેમાં સૌથી વધુ પિતરાઈ ભાઈ-બહેનોના લગ્ન કરાવવામાં આવે છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જો કોઈ લગ્નનો વિરોધ કરે છે તો તેને સજા આપવામાં આવે છે.

સામાન્ય રીતે ભાઈ-બહેનના લગ્નને લોકો ખોટી રીતે જોવે છે. એક જ આંગણામાં સાથે મોટા થયેલા ભાઈ-બહેન બાળપણથી એક બીજાની સાથે રમીને મોટા થાય છે. પરંતુ છત્તીસગઢના ધુરવા આદિવાસી લોકો ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. જો કાકા પોતાના દીકરાના લગ્નનો સંબંધ લઈને આવે તો તેણે ઠુકરાવી દેવામાં આવે, તો સામેવાળા લોકો પર દંડ લગાવવામાં આવે છે.

પોતાના જ ભાઈ-બહેનમાં લગ્નના અનેક પ્રકારનું નુકસાન પણ જોવા મળે છે. જેના કારણે આનુવંશિક રોગો ઝડપથી વધે છે. આ ઉપરાંત તેની વિપરીત અસરો આવનારી પેઢીઓ પર પણ જોવા મળી રહી છે. આટલું જાણ્યા પછી હવે આ જાતિના યુવાનો આ પરંપરાથી પીછેહઠ કરી રહ્યા છે. ઘણા લોકો તેમના માતા-પિતા સામે બળવો કરી રહ્યા છે અને આ પરંપરાની અવગણના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ધુરવા આદિજાતિ છત્તીસગઢની સૌથી મોટી જાતિઓમાંની એક છે. અહીં લગ્ન સમારોહમાં અગ્નિ નહીં પણ પાણીને સાક્ષી તરીકે લેવામાં આવે છે.

ધુરવા જનજાતિ આજના સમયમાં છત્તીસગઢ સિવાય ઓડિશાના કેટલાક વિસ્તારોમાં રહે છે. તેમની ભાષા પારજી હોય છે પરંતુ તે ઓડિયા અને છત્તીસગઢી પણ સારી રીતે બોલે છે. આ સિવાય હવે આ જનજાતિના યુવાનો પણ સારી રીતે હિન્દી બોલવા લાગ્યા છે. છત્તીસગઢની ધુરવા જનજાતિના લોકોને મોટાભાગે ગોંડ જનજાતિમાં સામેલ કરવામાં આવે છે પરંતુ ઓડિશામાં તેમને અલગ આદિજાતિનો દરજ્જો આપવામાં આવે છે.

પરંપરાઓની વાત કરીએ તો, ધુરવા જાતિમાં લગ્ન નૃત્યનું ખૂબ મહત્વ છે. આમાં, વર અને કન્યા બંને દ્વારા નૃત્ય કરવામાં આવે છે. લગ્ન નૃત્ય તેલ અને હળદર ચઢાવવાની રસ્મથી શરૂ થાય છે અને સમગ્ર લગ્ન દરમિયાન કરવામાં આવે છે. આમાં પુરુષો અને સ્ત્રીઓ એક વર્તુળમાં જૂથોમાં નૃત્ય કરે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link