ઘેર-ઘેર જેના ભજનો ગવાતા તે બાળકને હવે ઓળખવો મુશ્કેલ છે, વરુણ ધવન જેવો સ્માર્ટી દેખાય છે

Wed, 23 Sep 2020-9:08 am,

હરિ ભરવાડનો જન્મ 12 ઓગસ્ટ, 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન છે. હરિ ભરવાડના મોટા ભાઈ શિક્ષક છે. જેઓનો હરિની સફળતામાં મોટો રોલ છે. જ્યારે હરિ ભરવાડના પરિવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેના કાકા રહ્યા છે, કારણ કે તેના કાકાને સંગીત અને ભજનો વિશે સારી એવી માહિતી હતી. હરિ ભરવાડના સૂરીલા અવાજને સાંભળીને, પારખીને કાકાએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

હરિ ભરવાડ તેમના ગામ છપડીમાં ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પ્રાર્થના બોલતાં સમયે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી. હરિ ભરવાડે 7 વર્ષ ની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો આલ્બમ ‘હરિનો મારગ’ બનાવ્યો હતો, જે લોકોને ખૂબજ પસંદ આવ્યો હતો. 

આ આલ્બમમાં લગભગ 7-8 ભજનનો સમાવેશ થાય છે. હરિ ભરવાડે લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે. જેમાં ગરબા અને ભજનનો સમાવેશ થાય છે. 2009 માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં એક્ટિંગ કરી હતી, જેના માટે તેમને ટ્રાન્સ મીડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો. 

2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો. 2014 માં ગુજરાતના બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો. 

મોટા થઈને આજે હરિ ભરવાડે વિદેશોમાં પણ અનેક પ્રોગ્રામ ક્યાઁ છે. તેઓએ પ્રથમ વખત 2012 માં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. 2014માં અમેરિકાના ગુજરાત સમાજના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તેઓણે પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ 2019 માં લંડન નવરાત્રિના પ્રોગ્રામ માટે તે ગયાં હતાં.

હાલ તેમનો અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવેલ કઠલાલમાં સ્ટુડિયો છે. યુવા હરિ ભરવાડ આજે પણ સતત સંગીતની દુનિયાના વ્યસ્ત કલાકાર છે. બાળપણની તેમની આ સફર અટકી નથી. 

જોકે, હરિ ભરવાડ ગમે તેટલા મોટા થઈ જાય, પણ ભજનની દુનિયામાં તેમનો નાનકડો એવો માસુમ ચહેરો આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી. ઘરે ઘરે સંભળાતા ભજનોમાં આજે પણ લોકો આ ચહેરો શોધે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link