ભગવાનના દૂત બનીને આવ્યા ખજૂરભાઈ, યાતના ભોગવતી નિસહાય મા-દીકરીને આપ્યું ઘરનું ઘર

Fri, 13 Oct 2023-12:31 pm,

ગુજરાતના લોકોની હરહમેંશા મદદ કરતા અને ફેમસ યૂટ્યૂબર નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે અને ગરીબ લોકોની મદદ કરતા નીતિન ભાઈ જાની દ્વારા વલસાડ શહેરને અડીને આવેલા અને ઔરંગા નદીના તટ ઉપર આવેલ હનુમાન ભાગડા ગામ ખાતે રાઠોડ પરિવારના વહારે આવ્યા છે.

દર વર્ષે ઔરંગા નદીના પાણી હનુમાન ભાગડા અને આજુબાજુના વિસ્તારમાં ફરી વળે છે. ત્યારે હનુમાન ભાગડા ગ્રામ પંચાયતની બાજુમાં ગુલીબેન રાઠોડ તેમની દિવ્યાંગ દીકરી સાથે રહે છે. દર વર્ષે રેલ વખતે પંચાયતની બાજુમાં આવેલ જર્જરિત મકાનમાં પાણી ફરી વળે છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી નીતિનભાઈ જાનીને ઘટનાની જાણ થતા તાત્કાલિક નીતિન જાની અને તેમની ટીમે ગુલીબેન અને તેમની દીકરી જ્યોત્સનાબેનની મુલાકાત લીધી હતી. 

તેઓએ જર્જરિત મકાન જોઈને તેમની ટીમે મકાન બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો. ગુલી રાઠોડ હનુમાન ભાગડા વિસ્તારમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પાકું મકાન બનાવી શકે તેમ નથી. અને ગુલીબેનને દીકરો ન હોવાથી નીતિન જાની વહોરે આવ્યા હતા. 

તેમણે વાયદો કર્યો કે, 7 દિવસમાં પાકું મકાન બનાવી આપશે. ગુજરાત ભરમાં નીતિન જાનીએ ફૂલ 263 જેટલા જરૂરીવતમંદ પરિવારને પાકા મકાનો બનાવી આપ્યા હતા. નીતિન જાની અને તેમની ટીમ સાથે શ્રમદાન કર્યું હતું. અને વલસાડ શહેર અને આજુબાજુના લોકોને આવા જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થવા આહવાહન કર્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link