UK માં ગુજ્જુ માહિલાઓએ રસ્તા પર કર્યા ગરબા, ભગવાન સ્વામિનારાયણની નીકળી ભવ્ય નગરયાત્રા, જુઓ તસવીરો

Sat, 06 Aug 2022-9:34 pm,

નગરયાત્રામાં એક ટેબ્લોએ તમામનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ટેબ્લોમાં ભગવાન રામજ્યારે વનમાં ગયા ત્યારે તેઓ પંચવટીમાં પોતાની ઝૂંપડી બાંધીને રહ્યા હતા. અહીં ટેબ્લોમાં એક ઝુંપડી બનાવીને રામ, લક્ષ્મણ અને સીતા ત્રણેયના પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી. એટલું જ નહીં, નગરયાત્રામાં વિવિધ પોશાકમાં બહેનો આગવી શૈલીમાં ડાન્સ કર્યો હતો. વિદેશમાં વસતા ગુજરાતી પુરુષોએ પણ માથે વાદળી પાઘડી બાંધીને નગરયાત્રામાં ભાગ લીધો હતો. બાળકોએ પણ ત્યાંના પોશાકમાં પેરેડ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં નગરયાત્રામાં ભગવાન સ્વામિનારાયણનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો.

એક અંદાજ પ્રમાણે સાત મિલિયન યૂકે પાઉન્ડ એટલે કે 67 કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે. આ સ્વામિનારાયણ મંદિર લોકો માટે ખુબ જ ફાયદાકારક થનાર છે. જેમાં વર્ગખંડો અને યુવા ક્લબ ઉપરાંત સામાજિક અને રમતગમતના ક્ષેત્રો પણ વિકસાવવામાં આવ્યા છે.

જૂન 1977 માં ઓલ્ડહામના ગુજરાતીઓએ એક અવ્યવસ્થિત બેપ્ટિસ્ટ ચર્ચ ખરીદ્યું અને તેને કાર્યરત મંદિર અને સામુદાયિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવા માટે એક મોટો નવીનીકરણ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. સમુદાયમાંથી તમામ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓએ રિનોવેશનના કામોમાં મદદ કરવા માટે ઘણા મહિનાઓ સુધી સ્વૈચ્છિક સેવા આપી હતી. મંદિરને ઔપચારિક રીતે 22 ઓક્ટોબર 1977ના રોજ ખોલવામાં આવ્યું હતું. 

શ્રી સ્વામિનારાયણ મંદિર ઓલ્ડહામની સ્થાપના 1977માં યુ.કે.માં નોંધાયેલ ચેરિટી સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય વિસ્તરતા ગુજરાતી સમુદાય માટે પૂજા સ્થળ અને સામુદાયિક કેન્દ્ર પૂરો પાડવાનો હતો. 1960ના દાયકાના અંતમાં અને 1970ના દાયકાની શરૂઆતમાં ઘણા ગુજરાતી પરિવારો કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા અને ભારત જેવા દેશોમાંથી ઓલ્ડહામમાં સ્થાયી થયા હતા.

માત્ર ત્રણ જ વર્ષના સમયગાળામાં આ ભવ્યાતિભવ્ય મંદિર યુકેની ધરતી પર બની ગયું છે. અજાયબી સમાન અને અક્ષરધામ જેવું દર્શનીય આ સ્થળ હરિભક્તો માટે જાણે સ્વર્ગ સમાન ભાસે છે. મંદિરમાં સંપૂર્ણ સગવડતા અને સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સાથે જ સૌ કોઈને પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તેવી પણ વ્યવસ્થા છે. અત્યારના સમયને અનુરૂપ આ મંદિર આવતી પેઢી માટે સર્વ રીતે સુવિધાપૂર્ણ છે.

આ મંદિરમાં છેલ્લા 45 વર્ષથી કથા-વાર્તા, કીર્તન-ભજન, ઉત્સવ-સામૈયા થતા જ રહ્યા છે. સત્સંગીઓની સંખ્યા વધવાથી મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આખરે મંદિરને વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે.

છેલ્લા પંદર વર્ષોમાં સમુદાય વર્ગખંડો, કાફે અને સ્પોર્ટ્સ હોલ ધરાવતાં એક સંકલિત સમુદાય હોલ સાથે આધુનિક મંદિર બનાવવા માટે નવા પરિસરની શોધમાં હતા. નવી સાઇટ 2018માં ખરીદવામાં આવી હતી અને નવા મંદિરના નિર્માણ માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું. નવા સંકુલમાં કાર પાર્કિંગની જગ્યા, બાળકો માટે આઉટડોર પ્લે એરિયા, કોમ્યુનિટી ગાર્ડન અને મલ્ટી ફંક્શન હોલ પણ છે. આ નવા મંદિર માટે ભંડોળ લ્ડહામ, યુકે અને ભારતના અન્ય ભાગોમાં રહેતા લોકોના દાનમાંથી એકત્ર કરવામાં આવ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link