રીલ્સ બનાવવામાં ભાન ભૂલ્યા ગુજરાતના યંગસ્ટર્સ : ભરૂચની એક યુવતી તો ચાલુ કારમાં બહાર નીકળી

Mon, 07 Aug 2023-10:13 am,

આજની સૌથી પહેલી ઘટના પર નજર કરીએ તો, નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના રોડ પર એક યુવતીની જોખમી સફર જોવા મળી. વારંવાર પોલીસ દ્વારા કહેવામાં આવતા પણ પ્રવાસીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. ગત રાત્રે sou જોવા આવેલ એક ભરૂચ પાસિંગની કારમાં એક યુવતી દરવાજા બહાર નીકળીને સનરૂફ જેવી કારની મજા લેતી જોવા મળી હતી. જો આવામાં બાજુમાંથી કોઈ વાહન આવી જાય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. આ યુવતીનો જીવ પણ જઈ શકે છે.

સવાલ એ થાય છે ક્યાં સુધી આવા નબીરાઓ સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકાશે...પોલીસ પેટ્રોલિંગના દાવા કરે છે પરંતુ આવા નબીરાઓને રોકવામાં કેમ નિષ્ફળ છે...શું પોલીસની કાર્યવાહીની વાતો માત્ર કાગળ પર જ છે....આવા નબીરાઓને ક્યારે થશે કાયદાનું ભાન...ક્યાં સુધી આવી રીતે નિયમતોડ સ્ટંટ થતા રહેશે...ક્યારે થશે આવા તત્વો સામે કડક કાર્યવાહી...

સુરતમાં BRTS રૂટમાં બેફામ વાહનો ચાલે છે. આવામાં હવે BRTS રૂટમાં પાણીપુરી અને સોડાનું પણ બિન્દાસ્તપણે વેચાણ થઈ રહ્યું છે. BRTS રૂટમાં વાહનનો પાર્ક કરી નિયમો નેવે મૂકાઈ રહ્યાં છે. વાહન પાર્ક કરી BRTS રૂટમાં લોકો ચાની મજા માણે છે. સ્વાગત સોસાયટી, વરાછા, વલ્લભાચાર્ય ચોક, ઉન-ભેસ્તાન, અલથાણ સહિતના રૂટમાં આવી જ સ્થિતિ જોવા મળી. BRTS રૂટમાં નિયમોના ધજાગરાનો વીડિયો વાયરલ થયો છે.

હજુ થોડા દિવસ પહેલાં જ કાપોદ્રામાં સાજન પટેલે બેફામ ડ્રાઈવિંગ કરી BRTS રૂટમાં 6 વાહનોને અડફેટે લીધા હતા. તેમ છતા હજુ તંત્ર ઊંઘમાં છે અને લોકો બેદરકાર છે. BRTS રૂટમાં જ લોકો રાત્રે બેસી રહે છે. એટલું જ નહીં BRTS રૂટ કોઈ માર્કેટ હોય તેવી રીતે પાણીપુરી અને સોડાની લારીઓ પણ લાગી જાય છે. અને લોકો કોઈ પાર્કમાં ફરવા આવ્યા હોય તેમ BRTS રૂટમાં બેસેલા જોવા મળે છે. ત્યારે સવાલ એ થાય છે શું મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું તંત્ર. લોકો પણ ક્યાં સુધી આવી રીતે બેદરકાર રહેશે...ક્યારે થશે નિયમોનું ભાન.

તો બીજી તરફ, સુરત જોખમી રીલ્સનું હબ બન્યુ હોય તેવુ લાગે છે. રીલ્સ બનાવવામાં સૌથી વધુ નિયમો સુરતીઓ તોડે છે. સુરતમાં નબીરાઓ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યાં છે. ખુલ્લી જીપમાં 2 યુવકો સ્ટંટ કરતા નજરે પડ્યા છે. તો મોપેડ પર 4 યુવકો જોખમી સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસને હેલ્પલાઈન પર લોકોએ વીડિયો બનાવીને મોકલ્યો હતો. જીપમાં સ્ટંટ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો મોપેડ પર સ્ટંટ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  હેલ્પલાઈન પર વીડિયો મોકલી કાર્યવાહીની લોકોની માગ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link