Padma Awards : આ નસીબદાર ગુજરાતીઓને પદ્મ પુરસ્કારની જાહેરાત : આ રહ્યું આખું લિસ્ટ

Fri, 26 Jan 2024-12:05 pm,

ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક. સાહિત્ય અને શિક્ષણમાં 50 વર્ષથી યોગદાન. 80 ફિલોસોફી અને ઈતિહાસના પુસ્તકો લખ્યા. ગાંધીનગરના બાપુપુરા ગામમાં જન્મ થયો. 1960માં B.A કરીને અધ્યાપનની શરૂઆત કરી 1979માં હિંદી-ગુજરાતી ધાતુકોશમાં Ph.D કર્યુ. લોકાયતસૂરિ અને વૈશાખનંદનનું ઉપનામ મળ્યું 

વૈશ્વિક ક્ષેત્રે વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ છે તેજસ પટેલ. ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં પ્રદાન બદલ સન્માન. એક લાખ કરતા વધી સર્જરી કરવાનો અનુભવ. રોબોટ આસિસ્ટેડ PCIમાં બહોળો અનુભવ. ડૉ. તેજસ પટેલને મળી ચુક્યો છે પદ્મશ્રી

આયુર્વેદાચાર્ય તરીકે પ્રખ્યાત દયાળ પરમાર. દયાળમુનિ તરીકે જાણીતા છે દયાળ પરમાર. દયાળ પરમારે અત્યાર સુધીમાં 8 પુસ્તકો લખ્યા. ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર અને શિક્ષક. વર્ષો સુધી આર્યુર્વેદિક ડૉક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપી

ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટ. સિકલ સેલની બીમારી નાથવા માટે અવૉર્ડ. 1978થી સિકલ સેલ પર કર્યું સંશોધન. આદિવાસીઓને વારસાગત રોગથી મુક્તિ અપાવી. રક્તદાન ક્ષેત્રમાં સતત કાર્યરત છે ડૉ. ઈટાલિયા

જન્મભૂમિ ગ્રુપના એડિટર છે કુંદન વ્યાસ. પત્રકારત્વ ક્ષેત્રે મોખરાનું નામ છે કુંદન વ્યાસ. કુંદન વ્યાસને મળી ચુક્યા છે અનેક પુરસ્કાર. પત્રકારત્વ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ સન્માન. કુંદન વ્યાસને પદ્મશ્રી અવોર્ડથી સન્માન

ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર. શોથી પ્રાપ્ત થતી આવક આપે છે દાનમાં. અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું કર્યું દાન. 50 વર્ષની વય બાદ જે કમાણી કરે તે સમાજ સેવા માટે. PM મોદીએ મન કી બાતમાં કર્યો હતો ઉલ્લેખ

બાળ સાહિત્યના દાદા કહેવાતા હતા હરીશ નાયક. ચાર ભાષાઓમાં સ્વ. હરીશ નાયકની વાર્તાઓ. 97 વર્ષના જીવનમાં 2 હજારથી વધુ બાળવાર્તા લખી. અકાદમી અવોર્ડ, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક મળ્યા. આ વર્ષે સ્વ. હરીશ નાયકને મરણોપરાંત પદ્મશ્રી

તબીબી ક્ષેત્રે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનવાની જાહેરાત થઈ છે. પત્રકારત્વ ક્ષેત્રે જન્મભૂમિ ગ્રુપના કુંદન વ્યાસને પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને પદ્મ શ્રી એનાયત થશે. તબીબી ક્ષેત્રે ડૉ. યઝદી માણેકશા ઈટાલિયાનું પદ્મશ્રીથી સન્માન થશે. જાણીતા હાસ્યકલાકાર અને સુરેન્દ્રનગર જિલ્લાના વતની જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. જાણીતા આયુર્વેદાચાર્ય દયાળ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી એનાયત થશે. સાહિત્યકાર હરીશ નાયકને મરણોપરાંત પદ્મ શ્રી પુરસ્કારની જાહેરાત થઈ છે. આ સાથે ફ્રાન્સમાં વસતા મૂળ ગુજરાતી કિરણ વ્યાસને યોગમાં તેમના પ્રદાન માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

મોદી સરકારે ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. ડૉ. તેજસ પટેલ અને કુંદન વ્યાસને પદ્મ ભૂષણ એનાયત થશે. ડૉ. યઝદી માણેકશા, જગદીશ ત્રિવેદી, રઘુવીર ચૌધરી, વૈદ્ય દયાલ પરમાર, કિરણ વ્યાસ અને હરીશ નાયકને પદ્મ શ્રી આપવાની જાહેરાત કરાઈ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link