આ એક ખતરનાક આગાહીથી થથરી જશો! બે માવઠા, 35 કિ.મીની ઝડપે પવન, આ વિસ્તારોનું તો આવી બનશે!
આ વખતે માર્ચની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. સમાન્ય રીતે ગુજરાતમાં માર્ચ માહિનામાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે . પરંતુ આ વર્ષે માર્ચ માહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગની આગાહી છે, જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે.
માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે.
હવામાન અંગે કરાયેલાં અનુમાન મુજબ આગામી દિવસમાં ગુજરાતમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વર્તાઈ રહી છે. ભારે પવનને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઉભો થશે. એમાંય જો સાવ હલકા છાપરા હશે મકાન પર તો એ હવામાં પણ ઉડી શકે છે. આ અમે નથી કહી રહ્યાં આ દિશા તરફ ઈશારો કરી રહી છે હવામાનની આગાહી.
આગાહી એવી કરવામાં આવી છેકે, આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. લગભગ 35 કિલો મીટરની આસપાસ પવનની ગતિ રહેશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તેની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિ રહેશે તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં 25થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. તદુપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે. હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સુકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ, તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી.
હવામાન વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યભરના લઘુતમ અને મહત્તમ તાપમાન વિશે જાણીએ તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તદુપરાંત ગુજરાતના મુખ્ય ત્રણ શહેરોના છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાનમાં સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ તથા રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ગુજરાતમાં સતત વાતાવરણમાં આવી રહ્યો છે બદલાવ. સતત થઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ. વહેલી સવારે અને સાંજ ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે. આ સ્થિતિની વચ્ચે થઈ છે એક ખતકનાક આગાહી. આગામી દિવસોમાં ગુજરાત પર કોપાયમાન થઈ શકે છે પવન દેવ. રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે પરંતુ બીજી તરફ વાહનની રફતારની ગતિએ ફૂંકાશે પવન.