Happy Family : 70 સદસ્યોનો ગુજરાતનો સૌથી મોટો પરિવાર, રાવલ પરિવાર જેવા દીકરા-વહુ બધાને મળે
અમદાવાદના રાવલ પરિવારમાં આજે નોકરી-ધંધાના કારણે ભલે એકબીજાથી અલગ રહેતા હોય. પરંતુ દર 3 મહિને આ પરિવારના સભ્યો એકબીજાને મળવાનું ચૂકતા નથી. જીહાં, રાવલ પરિવારમાં રહેતા 70 સભ્યો ભેગા થવા માટે દર 3 મહિને ગેટ ટુ ગેધર રાખે છે. જેમાં તેઓ આખો દિવસ અલગ અલગ પ્રવૃત્તિ કરીને એકબીજા સાથે સમય વિતાવે છે.
વડીલો પણ બાળકો સાથે બાળક બનીને અવનવી ગેમ્સ રમે છે. એટલું જ નહીં આ પરિવાર રોજ રાત્રે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્વીઝ રમીને એકબીજા સાથે જોડાયેલા રહે છે. રાવલ પરિવારે આ ગેટ ટુ ગેધરની શરૂઆત વર્ષ 2007માં કરી હતી. જેને આજે 17 વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે.
સંયુક્ત પરિવારની લાગણી ભુલાવવાના કિસ્સાઓ વચ્ચે અમદાવાદનો રાવલ પરિવાર દાખલારૂપ બન્યો છે. 70 સભ્યોનો પરિવાર ભેગા થવા દર ત્રણ મહિને ગેટ ટુ ગેધર રાખે છે. સાથે મળી પરિવારના તમામ જનરેશનના સભ્યો એકબીજા સાથે લાગણીઓ વહેંચે છે. રોજ રાત્રે સોશિયલ મીડિયાના માધ્યમથી કવીઝ રમી એક બીજા સાથે સમય વિતાવે છે.
બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે વડીલો અવનવી પ્રવૃતિઓમાં જોડાય છે. વર્ષ 2007 માં રાવલ પરિવારે ગેટ ટુ ગેધરની શરૂઆત કરી હતી. આજે પરિવારની આ પરંપરાને 17 મું વર્ષ પૂર્ણ થઈ છે. આખો પરિવાર દર ત્રણ મહિને પરિવાર જુદા જુદા ફરવા લાયક સ્થળોએ સાથે ફરવા જાય છે. આજે પણ રાવલ પરિવારને જોતા હમ સાથ સાથ હે મુવી યાદ આવી જાય છે.