Pics : માટીમાંથી રૂપિયા કેમ કમાવવા તે ગુજરાતના આ ગામના લોકો પાસેથી શીખવા જેવું છે

Mon, 10 Jun 2019-3:28 pm,

નર્સરી તો અનેક જોઈ હશે, પરંતુ આજે અમે તમને ગુજરાતનું એક એવુ ગામ બતાવીએ જેમાં રહેનારા તમામ લોકો નર્સરી ઉદ્યોગથી સંકળાયેલા છે અને પોતાના કામકાજ સાથે વધારાની આવક મેળવે છે. આ છે નવસારી જિલ્લાનું દોલધા ગામ. જ્યાં છેલ્લા 10 વર્ષથી નર્સરી ઉદ્યોગ એવો તો જામ્યો છે કે આજે મોટા બંગલાવાળાથી માંડીને નાના ઝૂંપડાવાળા અને ગામમા ચાની લારી ચલવનારા તમામ પોતાના વ્યવસાય સાથે વધારાની આવક મેળવવા માટે નાના મોટો નર્સરીનો ઉદ્યોગ ચાલુ કરી ફુલોના છોડ વેચવાનુ કામ કરે છે.

આજે દોલધા ગામ ગુજરાત સહિત સમગ્ર ભારતમા નર્સરી ઉદ્યોગ માટે જાણીતું છે. જેને કારણે દોલધા ગામનો વિકાસ થયો છે. ત્યારે આ ગામને પ્રદૂષણ મુકત ગામ પણ કહી શકાય છે. આ ગામમાં અસંખ્ય લોકો ફુલ અને છોડ ખરીદવા જ નહિ, પરંતુ જોવા માટે પણ આવતા હોય છે. તેથી આ દોલધા ગામ પર્યટક સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. એક શિક્ષકે શરૂ કરેલ આ કામ આજે ઘરે-ઘરે જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે દોલધા ગામનું નસરી વ્યવસાયનું વાર્ષિક ટર્ન ઓવર 150 થી 200 કરોડ જેટલું છે. આ ઉદ્યોગ એટલો ફેલાયેલો છે કે, ફેકટરી કે કારખાના ન હોવા છતાં આ ગામમાં આજુબાજુના ગામના લોકો રોજીરોટી પૂરી પાડે છે.

ચાની લારી ચલાવવાની સાથે નર્સરી ચલાવીના નાની-મોટી આવક મેળવનાર બાબુભાઈ પટેલ કહે છે કે, અમે ફુલછોડમાંથી કટિંગ કરીને જાતે પ્લાન્ટ બનાવીને વેચીએ છીએ. વર્ષના અંતે ફૂલછોડમાંથી અમને ત્રણેક લાખ જેટલી આવક થાય છે. આ વિશે અમર ફાર્મના માલિક નરેન્દ્ર ઠાકોરનું કહેવું છે કે, ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને દેશના અનેક રાજ્યો તેમજ વિદેશના મોટા શહેરોમાંથી લોકો અહીં ફુલોના છોડ લેવા આવે છે. દોલધાની ખાસ વિશેષતા એ અહિંયાની લોન છે. લૉન માટે બીજાના ખેતર ગણોતથી રાખીને લૉનની ખેતી કરે છે, દોલધા ગામ મોટા ગાર્ડનમા લાગતી લૉન માટે ખૂબ જાણીતું છે. મોટા ઉદ્યોગ અને કોર્પોરેટ સેકટરથી લઈને ગાંધીનગરના સચિવાલય સુધી દોલધા ગામની લૉન પથરાયેલી છે. 

આદિવાસી વિસ્તાર એવા દોલધા ગામે છેલ્લાં 10 વર્ષમા હરણફાળ પ્રગતિ કરી છે અને તે પણ રંગબેરંગી ફુલો દ્વારા, એવુ કહેવામાં કશુ ખોટું નથી. પોતાના શોખ સાથે આવક પણ ઉભી કરતુ હોય તેવું દેશનું આ પ્રથમ ગામ હશે. જે પ્રદૂષણને દૂર રાખવાનો કરોડોનો વેપાર કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link