Guru Gochar 2025: નવા વર્ષમાં ત્રણ વખત ગોચર કરશે બૃહસ્પતિ ગુરૂ, આ જાતકોના સપના થશે સાકાર, ધનલાભનો પણ યોગ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કોઈ ગ્રહ જ્યારે ગોચર કરે છે તો તેનો પ્રભાવ દરેક જાતકો પર પડે છે. ગુરૂ ગ્રહ વૃદ્ધિ, શિક્ષણ, સંતાન, જ્ઞાનના દેવગુરૂ છે. આગામી વર્ષે ગુરૂની ચાલમાં ત્રણ વખત ફેરફાર થશે. આવો જાણીએ ગુરૂ ગોચરથી કયા જાતકોને લાભ થશે.
આગામી વર્ષે ગુરૂ ત્રણ વખત ગોચર કરશે. પ્રથમ ગોચર 14 મે 2025ના મિથુન રાશિમાં થશે. 18 ઓક્ટોબર 2025ના ગુરૂ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 3 ડિસેમ્બર 2025ના ગુરૂ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
મેષ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર લાભદાયક રહેશે. આ વર્ષે જે કામ અટક્યું છે તે આવતા વર્ષે પૂર્ણ થશે. નવા વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. આ વર્ષે જેમને નોકરી નથી મળી તેઓને આવતા વર્ષે નોકરી મળી શકે છે.
કર્ક રાશિના લોકો માટે ગુરુનું ગોચર સારા સમાચાર લાવશે. તેમની સંપત્તિમાં વધારો થઈ શકે છે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. વેપાર કરતા લોકોને મોટી રકમ મળી શકે છે.
મકર રાશિના લોકોને 2025માં સફળતા મળી શકે છે. તેઓને તેમના બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તેમનું માન-સન્માન વધી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.